આધારકાર્ડમાં ફ્રોડ કરવાની રીત જાેઈને પોલીસ માથું ખંજવાળતી રહી

અમદાવાદ: શહેરની રામોલ પોલીસે એક એવા ભેજાબાજની ધરપકડ કરી છે. જે પંદરેક દિવસથી ઘરની બહાર જ એક ઓફિસ ખોલીને બેઠો હતો.
આમ તો તે પાનકાર્ડ, લાયસન્સ બનાવી આપવાનું કાયદેસર કામ કરે છે. પણ છેલ્લા પંદરેક દિવસથી તેને આધારકાર્ડમાં ફ્રોડ કરવાનું કામ શરૂ કર્યું હતું.
આ શખસ લોકોને ૧૦૦થી ૧૫૦ રૂપિયામાં આધારકાર્ડમાં સુધારો કરી આપતો હતો. ફોર્મમાં મામલતદારનો સિક્કો તો હોય જ જેથી તે અધિકારીની ખોટી સહીઓ કરી તે ફોર્મ અપલોડ કરી દેતો હતો.
જાેકે જે અધિકારી એટલે કે મામલતદારની સહી કરતો હતો તે મામલતદાર નહિ પણ નાયબ મામલતદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જાેકે ગઠિયાની કારીગરી જાેઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રામોલમાં આવેલી ન્યુ હરિષચંદ્ર સોસાયટીની બહાર આવેલી અશ્વિત એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં રવિકાન્ત શર્મા નામનો વ્યક્તિ લેપટોપ અને ફોનથી અસારવા મામલતદારના નામથી આધાર એનેક્સર ફોર્મ પર બનાવતી બનાવતી સહી સિક્કા કરી ઓનલાઈન ગ્રાહકોના આધાર કાર્ડમાં લોકોના રહેઠાણ સરનામામાં ફેરફાર કરી નવા આધાર કાર્ડ બનાવી આપતો હતો. જેથી પોલીસે બાતમી આધારે ત્યાં વોચ ગોઠવી હતી. અને બાદમાં પોલીસ આ ઓફિસમાં ઘુસી હતી.
ત્યાં ઓફિસમાં જે લેપટોપ પડ્યું હતું તેમાં પેજ ખુલ્લું હતું. ત્યાં હાજર રવિકાન્ત શર્મા પોલીસને જાેઈને ગભરાઈ ગયો હતો. બાદમાં પોલીસે તપાસ કરી તો લેપટોપ માં ૈપેજ ખુલ્લું હતું.
અને લેપટોપ માં વિન્ડોઝ ફોટો વ્યૂઅર નામનું ફોલ્ડર પણ ખુલ્લું હતું. જે ફોલ્ડરમાં સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ / અપડેટ લખેલું એક ફોર્મ પણ હતું. અને આ ફોર્મમાં વચ્ચે એક મહિલાનો ફોટો હતો અને તેની વચ્ચે અસારવા મામલતદાર નો ગોળ સિક્કો મારેલો હતો. અને આજ સિક્કાના ચાર અલગ અલગ ફોટો પણ મળી આવ્યા હતા.
આ ફોટો જાેતા મનિશાબહેન પંચાલ નામ લખ્યું હતું અને તેની ઉપર અસારવા મામલતદાર લખેલો સિક્કો મારી તેની પર વસંત પટેલ ગેઝેટેડ ઓફિસર-બી લખેલું હતું અને વી.પટેલ તેવી સહી પણ કરી હતી.
જેથી આ બાબતે આરોપીની પૂછપરછ કરતા તે પહેલા પોલીસ સમક્ષ કોઈ કબુલાત કરતો ન હતો. બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અનેક લોકો આધાર કાર્ડમાં સુધારો કરાવવા આવે તો તે આ ફોર્મ ભરી નાણાં મેળવી લોકોના સરનામા સહિતની વિગતો ખોટા સહી સિકકા કરી બદલી આપતો હતો.
આરોપી તેના બદલામાં ફી પેટે નાણાં પણ લેતો હતો. જાે કોઈ લોકો પાસે ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો તેના બદલામાં તે વધુ નાણાં લઈને આ કામ કરી આપતો હતો.
સમગ્ર મામલે ફિંગર પ્રિન્ટ મશીન, બાયો મેટ્રિક સ્કેનિંગ મશીન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.