ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્વક પૂર્ણ
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્વક પૂર્ણ થયેલ છે. કોઈપણ ગામે કે કોઈ પણ બૂથ પર કોઈ અશાંતિ સર્જાઇ હતી નહીં. સ્થાનિક અને ગામના અથવા નજીકના જ ઉમેદવારો હોય આ ચૂંટણીઓમાં લોકો રસપૂર્વક અચુક મતદાન કરે છે વહેલી સવારથી જ લોકોએ મતદાન મથકો ઉપર મત આપવા લાઈનો લગાવી હતી. ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામે પણ લોકો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહી મતદાન કરી રહેલ જણાય છે..