મોડાસા : વોર્ડ.નં-૧ પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા મામલો તંગ બન્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપુર્ણ માહોલ પ્રવર્તી રહ્યો છે મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને AIMIM ના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ.નં-૧ ના મતદારો માટે ઉભા કરાયેલ કરમિયા સ્કૂલના મતદાન મથક પર કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બોગસ મતદાન થતું હોવાની આશંકાએ ઘર્ષણની સ્થીતી પેદા થતા મામલો તંગ બનતા તાબડતોડ પ્રાંત અધિકારી અને પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતીને કાબુમાં લઇ મામલો થાળે પાડ્યો હતો વોર્ડ.નં.-૧ અતિસંવેદનશીલ બુથ હોવાથી અને હિન્દૂ-મુસ્લીમ મતદારો ધરાવતો વોર્ડ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો
મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ.નં-૧ માં ભાજપના મહિલા ઉમેદવાર આશાબેન ખાંટને કરમીયા સ્કુલ બૂથમાં બોગસ વોટીંગ થઇ રહ્યું હોવાની માહિતી મળતા બુથ મથક પર પહોંચ્યા હતા બુથ પર બેઠેલા કોંગ્રેસના એજન્ટ સાથે શાબ્દીક ટપાટપી થયા પછી સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બુથ બહાર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ભાજપ-કોંગ્રેસના કાર્યકારો આમને-સામે આવી જતા ઘર્ષણની સ્થીતી પેદા થતા ભારે હોબાળો મચતાં તાબડતોડ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થીતી પર કાબૂ મેળવ્યો હતો અને ટોળાને સમજાવટ પૂર્વક વિખેરી નાખ્યું હતું જો કે બુથ બહાર તંગદીલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો
વૉર્ડ.નં-૧ ભાજપના મહિલા ઉમેદવાર આશાબેન ખાંટના જણાવ્યા અનુસાર,તેમના એજન્ટે મહિલા મતદારને આંગળી પર મતદાન કર્યાનું નિશાન જોવા માંગણી કરતા કોંગ્રેસનો એજન્ટ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને ગાળો બોલવાની સાથે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને એજન્ટના સમર્થનમાં ૧૦ થી ૧૫ લોકોનું ટોળુ આવી પહોંચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો
વોર્ડ.નં-૧ પર કોંગ્રેસના એજ્ન્ટ તરીકે બૂથ પર બેઠેલા યુવકના પીતાએ જણાવ્યું હતું કે ભાજપના લોકોએ ખોટો હોબાળો કરતા તેમના છોકારાને મહામુસીબતે ટોળામાંથી બચાવી લઇ જવામાં આવ્યો હતો ભાજપના અગ્રણીએ ગોળીબાર કરવાનું જણાવી કોમી ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને મોડાસામાં છેલ્લા ૨૨ વર્ષથી જોવા મળી રહેલી શાંતી ડહોળવાનો પ્રયત્ન ભાજપ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું