દેશના વિકાસ માટે નાગરિકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ.
લોકશાહી મૂલ્યોને જાળવવામાં મતદાન એ ખૂબ જ અગત્યની જવાબદારી છે ત્યારે દિવ્યાંગ મતદારો પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં ઉત્સાહ સાથે જોડાઇ રહ્યાં છે. પોતાની શારીરિક અક્ષમતાને તેઓએ મતદાનમાં બાધક બનવા દીધી નથી.
દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતેના મતદાન મથકે મતદાન કરવા આવેલા ડાંગી ગવરસિંહ જવસિંહ બાળપણથી જ બંને પગે વિકલાંગ છે.
તેમ છતાં તેઓ પોતાની ટ્રાઇસિકલ લઇને મતદાન કરવા આવી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, હું દરેક ચૂંટણી વખતે અવશ્ય મતદાન કરૂ છું. દેશના વિકાસ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી મતદાન દ્વારા જ શક્ય છે.