બોપલ નગરપાલિકામાં મોટે પાયે ભ્રષ્ટાચાર
નગરપાલિકાના ૧૯ કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરીયાદ કરીઃ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થયો જ નથી |
(પ્રતિનિધિ) અમદાવાદ : બોપલ-ઘુમા નગરપાલિકામાં મોટેપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે સમચાર અગાઉ પ્રગટ થયા હતા. જેનો પર્દાફાશ કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે.
બોપલ નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન ચાલે છે. પરંતુ શાસક પક્ષના ૧૯ કોર્પોરેટરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લેખિતમાં પુરાવા સાથે ફરીયાદ કરી છે કે ટેન્ડર પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલે છે. તેની તપાસ થવી જાઈએ પરંતુ હજુ સુધી તે અંગે તપાસ થવી જાઈએ એ થઈ નથી. તેથી ૧૯ કોર્પોરેટરો લડી લેવાના મુડમાં છે.
આ ૧૯ કોર્પોરેટરોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે જા આ અંગે ઝીણવટભરી તપાસ થાય તો મોટુ કૌભાંડ થયેલ બહાર આવે એમ છે. જ્યાં સુધી સરકાર તરફથી સત્તાવાર તપાસ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ લડી લેશે. ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે ભ્રષ્ટાચાર થયો જ નથી. વિસ્તાર વધતા જ ફરીયાદો ઉભી થઈ છે. શાસક પક્ષના કોર્પોરેટરો ભ્રષ્ટાચારના મુદ્દ્ અત્યારે સામસામી આવી ગયા છે.