ભારતનું આ રાજ્ય જયાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી
અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ શૂન્ય
ઇટાનગર, કોરોના વાયરસની નવી લહેર ભારતમાં જાેવા મળી રહી છે જેમાં ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશના પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને શૂન્ય થઈ ગઈ છે.
રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ શૂન્ય થઈ ગઈ છે અને સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે કોરોના વાયરસના ત્રણ એક્ટિવ કેસ હતા, જેમાં ત્રણેય દર્દીઑએ કોરોનાને મ્હાત આપી દેતા હવે સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના કુલ ૧૬,૮૩૬ કેસ સામે આવ્યા હતા જેમાં ૧૬,૭૮૦ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે.