કોંગી નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું
ગાંધીનગર, આજે રવિવારે રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકામાં આજે સવારે સાત કલાકથી ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે અનેક રસપ્રદ તસવીરો સામે આવી રહી છે. ક્યાંક લગ્ન પહેલા વરવધૂ મતદાન કરવા જઇ રહ્યાં છે ત્યારે ક્યાંક સવારથી લોકોની લાંબીને લાંબી લાઇનો જાેના મળી રહી છે.
ક્યાંક સંતો તો ક્યાંક વૃદ્ધો પણ મતદાન કરવામાં પાછળ નથી રહ્યાં. ત્યારે કાૅંગ્રેસનાં નેતા પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યું છે. તે પહેલા તેઓએ અનોખો વિરોધ કર્યો છે જેનો વીડિયો હોલ સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો સિલિન્ડર સાઇકલ પર લઈ જઇ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે મોંઘવારીનો વિરોધ કરીને મતદાન કર્યું છે.
તેઓ સાઇકલ પર ખાતરની થેલી અને ગેસ સિલિન્ડર લઈને મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. પરેશ ધાનાણીએ બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું. મતદાનના દિવસે સરકાર સામે પ્રહારો કર્યા હતા. સરકારને મોંઘવારી સહિતના મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.