Western Times News

Gujarati News

પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર માલદીવ્સમાં ફરી લગ્ન કરશે

મુંબઇ: એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર થોડા દિવસ પહેલા જ રણબીર કપૂર સાથેની ફિલ્મનું શૂટિંગ કરીને મુંબઈ આવી છે. રણબીર અને શ્રદ્ધા લવ રંજનની આગામી ફિલ્મનું દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા હતા. મુંબઈ આવ્યા બાદ પોતાનું કામ પતાવીને શ્રદ્ધા રવિવારે માલદીવ્સ જવા રવાના થઈ છે. શ્રદ્ધા અને તેનો ભાઈ સિદ્ધાંત કપૂર રવિવારે સવારે માલદીવ્સ જવા નીકળ્યા હતા. શ્રદ્ધા અને સિદ્ધાંત માસીના દીકરા પ્રિયાંક શર્માના લગ્ન માટે માલદીવ્સ ગયા છે. એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક અને શાઝા મોરાની પોતાના મિત્રો અને પરિવારજનો સાથે અગાઉ માલદીવ્સ પહોંચી ગયો છે.

ત્યારે હવે શ્રદ્ધા, સિદ્ધાંત અને શાઝાની બહેન ઝોઆ મોરાની માલદીવ્સ ઉપડ્યા છે. એરપોર્ટ પર શ્રદ્ધા, ઝોઆ અને સિદ્ધાંત એકસરખી ટી-શર્ટમાં જાેવા મળ્યા હતા. શાઝા અને પ્રિયાંકના લગ્ન માટે ખાસ ટી-શર્ટ તૈયાર કરાવાઈ છે. જેમાં લખ્યું છે, જ્યાં શાઝા પ્રિયાંક સાથે લગ્ન કરવાની છે. આ વ્હાઈટ ટી-શર્ટ સાથે શ્રદ્ધાએ ડેનિમ શોર્ટ્‌સ પહેર્યા હતા. જ્યારે તેના ભાઈ સિદ્ધાંતે વ્હાઈટ ટી-શર્ટ સાથે બ્લેક જિન્સ અને બ્લેક જેકેટ પહેર્યું હતું. ઝોઆ પણ આ જ વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ ડેનિમમાં જાેવા મળી હતી.

આ તરફ પ્રિયાંક અને શાઝા પોતાના મિત્રો અને પરિવારજનો સાથે માલદીવ્સ પહોંચી ગયા છે અને ત્યાંની કેટલીક ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. કપલ અને તેમના મિત્રો જ્યાં રોકાયા છે તે રિસોર્ટ/હોટેલ દ્વારા સ્વાગત માટે રેતીમાં ફૂલોથી વેલકમ ઁજી લખવામાં આવ્યું હતું. બીજી એક તસવીરમાં દુલ્હા-દુલ્હન પોતાના મિત્રો સાથે જાેવા મળી રહ્યા છે.

ઝોઆ મોરાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બહેન અને જીજાજીની એક તસવીર શેર કરી છે. શાઝા અને પ્રિયાંકની આ તસવીર એરપોર્ટની હોય તેવું લાગી રહ્યું છે. તસવીરમાં બંને પાછળ ફરીને પોઝ આપી રહ્યા છે. તસવીરમાં તેમના પગ પાસે ગ્રુમ અને બ્રાઈડ લખવામાં આવ્યું છે. સાથે ઝોઆએ લખ્યું, ઈટ્‌સ ટાઈમ મતલબ કે સમય થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.