Western Times News

Gujarati News

“પ્રતિજ્ઞા ૨”થી સુપ્રિયા કુમારી બે વર્ષ બાદ કમબેક કરશે

મુંબઇ: સીરિયલ બૈરી પિયાથી ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ સુપ્રિયા કુમારી બે વર્ષ બાદ ટેલિવિઝન પર કમબેક કરવા તૈયાર છે. સુપ્રિયા છેલ્લે સીરિયલ મેરે સાંઈ- શ્રદ્ધા ઔર સબૂરીમાં જાેવા મળી હતી. ત્યારે હવે સુપ્રિયા સીરિયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા ૨’ દ્વારા કમબેક કરવા જઈ રહી છે. આ સીરિયલનું શૂટિંગ અલ્હાબાદમાં શરૂ થઈ ગયું છે. સુપ્રિયા સીરિયલમાં બળવંત પરિવારની નાની વહુના રોલમાં જાેવા મળશે. સીરિયલની કાસ્ટ શરૂઆતનું શૂટિંગ હરિયાણામાં કરવાની છે. પોતાના રોલ વિશે વાત કરતાં સુપ્રિયાએ લખ્યું,

આ શો બે પરિવારની આસપાસ ફરે છે. જેમાં સજ્જન સિંહનો પરિવાર સુધરી ગયો છે અને તેઓ હવે સારા લોકો બની ગયા છે. જ્યારે બળવંત પરિવાર ખરાબ છે. એક નાનકડી જમીનના ટુકડા માટે મારા પિતાએ મને ચેતન હંસરાજના નાના ભાઈ સાથે પરણાવી દીધી હોય છે અને આ રીતે બળવંત પરિવારમાં મારી એન્ટ્રી થાય છે. આખા પરિવારમાંથી હું જ એકલી છું જે સારી છે. મારું પાત્ર શાંત પણ મક્કમ મનોબળવાળી યુવતીનું છે. રસપ્રદ વાત તો એ છે કે, શરૂઆતમાં સુપ્રિયાએ ચેતન હંસરાજની પત્નીનો રોલ કરવા માટે ઓડિશન આપ્યું હતું. શરૂઆતમાં મેં ચેતન હંસરાજની પત્નીના રોલ માટે ઓડિશન આપ્યું હતું.

જાે કે, મને નાની વહુનું પાત્ર વધુ પસંદ આવ્યું કારણકે હું તેની સાથે બીજા પાત્ર કરતાં વધુ જાેડાઈ શકી. મારું ખૂબ ઈચ્છા હતી કે હું આ જ રોલ કરું. મેં ચેતન સાથે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો, એ જાેયા પછી મેકર્સને પણ લાગ્યું કે હું બીજા રોલ માટે વધુ યોગ્ય રહીશ. મને એવું લાગ્યું કે આ સારો રોલ છે અને એની સાથે કંઈક અલગ કરી શકીશ, તેમ સુપ્રિયાએ કહ્યું. હંમેશા શાંત યુવતીના રોલ કરવાનું કેમ પસંદ કરે છે,

તે વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, “સીરિયલ ‘સંસ્કાર-ધરોહર અપનોં કી’માં મેં નેગેટિવ રોલ કર્યો હતો. મારા પર્ફોર્મન્સને વખાણવામાં પણ આવ્યું હતું. જાે કે, મારા કરિયરની શરૂઆતથી જ મેં શાંત યુવતીના રોલ કર્યા છે. ‘અગલે જનમ મોહે બિટીયા હી કીજાે’, ‘બૈરી પિયા’ અને ‘લૂંટેરી દુલ્હન’ જેવા શોમાં પણ મારા પાત્રો શાંત હતા.

મને લાગે છે કે મારો ચહેરો શાંત વ્યક્તિ તરીકેનો છે અને એટલે જ એવા પાત્રો મારી પર્સનાલિટી સાથે મળતા આવે છે. હું લાગણીશીલ વ્યક્તિ છું અને મને લાગે છે કે આ પાત્રો જ મને પસંદ કરે છે. આ બધાથી ઉપર આ શો ખૂબ મોટો છે અને ઈન્ડસ્ટ્રીમાં કામ ઓછું છે. સાચા ટાઈમે ભગવાને મને સિગ્નલ આપ્યું છે. હું હંમેશાથી રાજન શાહી (પ્રોડ્યુસર) સર સાથે કામ કરવા માગતી હતી અને આ યોગ્ય તક હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.