આંબાના પાંદડા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
અમદાવાદ: આંબાના પાન બ્લડ સુગરના લેવલને ઓછું કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંબાના પાંદડામાં ડાયાબિટીસને મેનેજ કરવામાં મદદ કરે તેવા ગુણ હોય છે. નિયમિતરીતે આંબાના પાંદડાનું પાણી પીવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું રહે છે. આંબાના પાંદડામાં ઘણાં પ્રકારના ગુણ હોય છે
જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ તે ડાયાબિટીસના લક્ષણોને ઓછા કરવા સિવાય વારંવાર પેશાબ લાગવો, વજન ઓછું થવું, ધૂંધળું દેખાવું જેવી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે. આંબાના ૧૦-૧૫ પાંદડા લો અને પછી તે ૧૦૦થી ૧૫૦ મિલી પાણીમાં ઉકાળો.
પછી તે આખી રાત તે રીતે જ રહેવા દો. સવારે આ પાણીને ફિલ્ટર કરીને ખાલી પેટે પી જાઓ. નિયમિતરીતે દરરોજ સવારે ખાલી પેટે આ પાણી પીવાથી કેટલાંક મહિનામાં તમને તેના આશ્ચર્યજનક પરિણામ જાેવા મળશે. જાે તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે જમવામાં ખૂબ જ સાવધાની રાખવી જાેઈએ. તમારે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું સાવધાનીપૂર્વક પાલન કરવું જાેઈએ. દરરોજ કસરત કરવાની સાથે-સાથે તણાવમુક્ત રહેવું જાેઈએ.