ભારતની સૌથી મોટી ખાનગી હેલ્થ સિસ્ટમે કોવિડ-19નું સંચાલન કેવી રીતે કર્યું
અપોલો હોસ્પિટલ્સની પ્રોજેક્ટ કવચની પથપ્રદર્શક પહેલો NEJM કેટાલિસ્ટમાં પ્રકાશિત થઈ
ભારતની સૌથી મોટી સંકલિત હેલ્થકેર ચેઇન અપોલો હોસ્પિટલ્સે માર્ચ 2020માં ભારતમાં કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા એની બહુપાંખીય સ્ટ્રેટેજી ધરાવતો પ્રોજેક્ટ કવચ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ સંપૂર્ણ એટલે કે 360-ડિગ્રી અભિગમ ધરાવતો હતો.
પ્રોજેક્ટ કવચ અંતર્ગત હાથ ધરવામાં આવેલી પથપ્રદર્શક પહેલોને 24 ફેબ્રુઆરી, 2021ના રોજ પ્રક થયેલા NEJM કેટાલિસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. NEJM કેટાલિસ્ટ પ્રતિષ્ઠિત NEJM ગ્રૂપનું અગ્રણી અમેરિકન જર્નલ છે, જે આરોગ્યલક્ષી સારવારમાં પરિવર્તન લાવતા લેટેસ્ટ ઇનોવેશન, નવા વિચારો અને વ્યવહારિક સોલ્યુશનો વિશે જાણકારી આપે છે.
પ્રોજેક્ટ કવચ અંતર્ગત અપોલો હોસ્પિટલ્સે વિવિધ ઇનોવેટિવ સ્ટ્રેટેજી અપનાવી હતી, જેમ કે 15 મિલિયન ડાઉનલોડિંગ ધરાવતી અને 6 પ્રાદેશિક ભાષાઓમાં પ્રસ્તુત એઆઇ-આધારિત કોવિડ-19 સ્ક્રીનર, 24/7 એપ-આધારિત ટેલીકન્સલ્ટેશન, ડોરસ્ટેપ ટેસ્ટિંગ, દેશના તમામ વિસ્તારોમાં દવાની ડિલિવરી અને ઘરેથી રિમોટ મોનિટરિંગ સર્વિસીસ સામેલ છે, જેના પર રિપોર્ટમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
આ રિપોર્ટના લેખકો હતા – અપોલો હોસ્પિટલ્સના ડૉ. અનુપમ સિબલ, હરિપ્રસાદ અને સંગીતા રેડ્ડી તેમજ ડ્યુક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર મુરલી દોરાઇસ્વામી. ડો. દોરઇસ્વામી અપોલોના બોર્ડના સભ્ય પણ છે.
અપોલો હોસ્પિટલ્સના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, “કોવિડ-19થી ઊભા થયેલા પડકારોનો સામનો કરવા સંકલિત અભિગમ અપનાવવા માટે અપોલોની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી. સચોટ માહિતીનો પ્રસાર, વહેલાસર નિદાન અને આઇસોલેશન તથા આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ તબીબી આચારસંહિતાનો ઉપયોગ કરીને અદ્યતન સારવાર સાથે વિવિધ વાતાવરણમાં ટેકનોલોજીથી સક્ષમ સારવાર – આ મુખ્ય આધારસ્તંભો હતા.
દેશના 16 રાજ્યોમાં હોસ્પિટલો સાથે અમે વિવિધ રાજ્ય સરકારો દ્વારા ઇશ્યૂ થતી એડવાઇઝરી સાથે દર્દીઓને સારવાર પ્રદાન કરતા હતા. ઇનોવેટિવ અભિગમે પ્રોજેક્ટ સ્ટે- I (સ્ટે આઇસોલેટેડ) જેવા વિચારો પ્રસ્તુત કરવાની સુવિધા આપી હતી, જેણે અસરગ્રસ્ત વ્યક્તિઓને હોટેલ્સમાં રહેવાની સુવિધા આપતા હોસ્પિટલોમાં એટલા બેડની વ્યવસ્થા ઊભી થઈ હતી. ટેલીમેડિસિનનો ઉપયોગ કરીને સારવાર પ્રદાન કરવામાં આવી હતી. આ પહેલ 80,000થી વધારે રાતની સેવા આપી હતી અને 5 મિલિયનથી વધારે લોકોના જીવનને સ્પર્શી હતી.”
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના પ્રેસિડન્ટ ડૉ. હરિપ્રસાદે કહ્યું હતું કે, “અપોલોના પ્રોજેક્ટ કવચે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા હતા, જેની સફળતાનો દર અસાધારણ હતો. વિશિષ્ટ કોવિડ કેર માટે 2,250 બેડની સુવિધા હોય કે 30 ફિવર ક્લિનિક ઊભા કરવાની વાત હોય, અમે હંમેશા મોખરે રહ્યાં છીએ.
કોવિડ દર્દીઓના સંચાલન અને વ્યવસ્થાપનમાં અમારી કુશળતા ઉત્કૃષ્ટ હતી અને અમારી નૈદાનિક કુશળતામાંથી શીખવા અન્ય હેલ્થકેર સંસ્થાઓને મદદ કરવા “ધ રેડ બુક” નામની ગાઇડબુક વહેંચવામાં આવી હતી, જેમાં વિસ્તૃત SOP હતી.”
અપોલો હોસ્પિટલ્સના ગ્રૂપ મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. અનુપમ સિબલે કહ્યું હતું કે, “વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સમગ્ર ગ્રૂપમાંથી નિષ્ણાતોને લાવવાનો બહુશાખીય અભિગમે ક્લિનિકલ ગાઇડલાઇન ઊભી કરવાની ક્ષમતા પ્રદાન કરી હતી, જેને રોગચાળાની સ્થિતિસંજોગો અને અમારા અવલોકનોને આધારે નિયમિતપણે સુધારવામાં આવી હતી.
જ્યારે સ્ટિરોઇડ્સના ફાયદા પર આંકડા પ્રકાશિત થયા હતા, ત્યારે માર્ગદર્શિકામાં અઠવાડિયામાં બે વાર એટલે કે 34 વાર ફેરફાર થયો હતો. બહુરાષ્ટ્રીય નૈદાનિક પરીક્ષણોની સક્રિય જાણકારી દર્દીઓને નવીન સારવારના વિકલ્પો માટે પૂરી પાડવામાં આવી હતી.”
અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સાઇકિયાટ્રી એન્ડ મેડિસિનના પ્રોફેસર ડૉ. મુરલી દોરાઇસ્વામીએ કહ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળાનું ભારતમાં સંચાલને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી છે. ભારતે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ગાઢ જોડાણ સ્થાપિત કરવાનો અભિગમ અપનાવ્યો હતો. પ્રોજેક્ટ કવચે દર્શાવ્યું હતું કે, સૌથી મોટા ભારતીય ખાનગી હેલ્થકેર પ્રોવાઇડરે કેવી રીતે તેની કામગીરી વધારી હતી અને ઘણી ઉપયોગી જાણકારી અને ઇનોવેટિવ સોલ્યુશનો આપ્યાં હતાં, જેનો તમામ વિસ્તારોમાં ઉપયોગ કરી શકાશે.”