ગુજરાતના 3 શહેરોમાં ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ પરથી ગ્રોસરી ઉપલબ્ધ થશે
ફ્લિપકાર્ટ તેના ગ્રોસરી ઓપરેશન્સને વેગ આપે છેઃ સમગ્ર દેશના 50થી વધુ શહેર સુધી તેની પહોંચ વિસ્તારી-આગામી 6 મહિનામાં 70થી વધુ શહેરોમાં તેના વિસ્તરણનું આયોજન છે
બેંગ્લુરુ- : ફ્લિપકાર્ટ, ભારતની અગ્રણી હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ,એ તેના સમગ્ર ભારતના માર્કેટપ્લેસ દ્વારા દેશના 50થી વધુ શહેરોમાં તેની ગ્રોસરી સેવાનું વિસ્તરણ કરે છે. આ વિસ્તણ 7 મેટ્રો શહેર અને 40થી વધુ તેની આસપાસના શહેરોના વપરાશકર્તાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગ્રોસરી પ્રોડક્ટ પૂરી પાડશે, સાથોસાથ શ્રેષ્ઠ બચત અને ઓફર, ઝડપી ડિલિવરી અને સૌથી સારો અડચણ રહિત શોપિંગનો અનુભવ.આ વિસ્તરણના ભાગરૂપે અમદાવાદ સહિત કોલકત્તા, પુને, જયપુર, ચંદીગઠ અને મૈસુરમાં વિસ્તારશે. Flipkart Grocery now in three cities of Gujarat
વર્ષોથી, ફ્લિપકાર્ટએ તેની ગ્રોસરી સેવામાં ઝડપી વિસ્તરણ માટે રોકાણ કર્યું છે અને પાછલા વર્ષોમાં તેમાં ઝડપી સુધારો કરવા સક્ષમ બન્યું છે. આ વિસ્તરણથી કોલકત્તા, પૂના અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોના વપરાશકર્તાઓને ફ્લિપકાર્ટની ગ્રોસરી સેવામાં સરળતા મળશે, જેમાં ફ્લિપકાર્ટના સમર્પિત ગ્રોસરી પૂરી પાડતા સેન્ટર્સ પણ મદદ કરશે.
ફ્લિપકાર્ટ તેની સેવાને મેટ્રો શહેરોથી આગળ વધીને મૈસુર, કાનપુર, વેરાંગલ, અલ્લાહબાદ, અલિગઢ, જયપુર, ચંદિગઢ, રાજકોટ, વડોદરા, વેલ્લોર, તિપુપતિ અને દમણ સહિત અન્ય શહેરોમાં પણ સેટેલાઈટ- વિસ્તરણ માર્કેટપ્લેસ મોડેલ દ્વારા વિસ્તારી રહ્યું છે.
રોગચાળાએ કરોડો લોકોને ઇ-કોમર્સ તથા સરળ અને આરામદાયી ડિઝીટલ ટ્રાન્જેક્શન તરફ વાળ્યા છે. તેનાથી ફક્ત મેટ્રોમાં જ નહીં, પરંતુ ટિયર ટુ અને તેનાથી પણ આગળ નાના શહેરોમાં પણ ઇ-ગ્રોસરીની ગ્રાહકોની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે.
મનિષ કુમાર, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ- ગ્રોસરી, જનરલ મર્કેન્ડાઈસ અને ફર્નિચર, ફ્લિપકાર્ટ કહે છે, “ગ્રોસરીએ સૌથી ઝડપી વૃદ્ધિ પામતી શ્રેણીમાંની એક છે, જેમાં વપરાશકર્તાઓમાંથી ગુણવત્તાસભર ફૂડ અને હાઉસહોલ્ડ પૂરવઠાની માંગનો વધારો થાય છે.
આની સાથે, અમે સમગ્ર દેશમાં અમારા ગ્રોસરી ઓપરેશન્સ વેગ આપવા, ઇકોસિસ્ટમ પાર્ટનશીપને મજબુત કરવા માટે પણ રોકાણ કર્યું છે, જેનાથી એક ખર્ચાળ પ્રોડક્ટ સિલેક્શન દ્વારા એક અડચણરહિત ગ્રોસરી શોપિંગ અનુભવ મળી શકે તથા ગ્રાહકો માટે પૂરવઠા ચેઇનને વેગ મળશે અને ઇન-એપ અનુભવમાં પણ સરળતા આવશે.
અમે છેલ્લા વર્ષમાં ટિયર ટુ શહેરોમાં ગ્રોસરીની માંગમાં વધારાના સાક્ષી છીએ, જે દર્શાવે છે કે, ગ્રાહકો હવે તેમના ઘરે બેસીને સરળતાથી કોન્ટેકલેસ શોપિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. અમને લાગે છે કે, આ ટ્રેન્ડ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને ભારતમાં ઇ-ગ્રોસરી સ્પેસમાં સ્થાપિત થઈ જશે.”
ફ્લિપકાર્ટ ગ્રોસરીમાં આજે 7000થી પણ વધુ પ્રોડક્ટ્સ, 200થી પણ વધુ શ્રેણીમાં પ્રાપ્ય છે, જેમાં રોજિંદા ઘરના પૂરવઠા, સ્ટેપલ્સ- આટા, દાળ, તેલ, ઘી, નાસ્તા અને પીણાં, કન્ફેક્શનરી, પર્સનલ કેર, ડેરી અને ઇંડા તથા અન્ય ઘણાનો સમાવેશ થાય છે. ઓનલાઈન શોપિંગ માટે ગ્રોસરીએ બીજી સૌથી મોટી માંગ છે અને ફ્લિપકાર્ટ માટે આ મુખ્ય ધ્યાને કેન્દ્રિત બાબત છે, જેનાથી તે નવા ગ્રાહકોને ઓનલાઈન લાવી શકે છે.
કંપનીનું ગ્રોસરી ઓપરેશનએ સ્થાનિક ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પણ સહકાર આપશે, ખેડુતો-ઉત્પાદકોને ટેક સક્ષમ માર્કેટપ્લેસ દ્વારા લાખો ગ્રાહકોની સાથે જોડશે. ફ્લિપકાર્ટ ગ્રોસરીએ છેલ્લા 1 વર્ષમાં 3 ગણી વૃદ્ધિ નોંધાવી છે. જે ભારતની સૌથી વધુ ફેલાયેલી એન્ટિટિ છે,
ફ્લિપકાર્ટ જૂથએ સમગ્ર દેશમાં ઘણા ખેડૂતો/ ખેત ઉત્પાદક સંસ્થાઓની સાથે કામ કરીને તેમને એક કૃષિ-પૂરવઠા ચેઇનની સાથે જોડે છએ, જેનાથી તેમનું જીવન ધોરણ સુધરે. ફ્લિપકાર્ટ ગ્રોસરીએ અગ્રણી રિટેલર્સની સાથે ભાગીદારી કરે છે, એટલું જ નથી, પરંતુ રોગચાળા દરમિયાન તેને ગ્રાહકોની સેવા માટે કામ પણ કર્યું છે, ઉપરાંત તેને સમગ્ર દેશમાં એફપીઓની સાથે કામ કરીને ખેડૂતોના સમુદાયને સામાન્યથી ડિઝીટલ એક્સેસ તરફ વાળ્યા છે.