સોનાટાએ પુરુષો અને મહિલાઓ માટે એની સૌપ્રથમ મલ્ટિફંક્શનલ વોચની સીરિઝ લોન્ચ કરી
બેંગલોર, ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ સોનાટાએ પુરુષો અને મહિલાઓ માટે મલ્ટિફંક્શન વોચનું એનું સૌપ્રથમ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ નવી રેન્જમાં એક વોચમાં સ્ટાઇલ અને ફંક્શનાલિટીનો સમન્વય થયો છે.
સોનાટા વિવિધ ડિઝાઇનોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, મલ્ટિ-ફંક્શનલ અને સ્ટાઇલિશ વોચ પ્રસ્તુત કરે છે. સોનાટા મલ્ટિફંક્શન ડે, ડેટ અને સેકન્ડ ફંક્શનાલિટી માટે વિશિષ્ટ ડિઝાઇન કરેલા સબ-ડાયલ ધરાવે છે. ડિઝાઇનની બહોળી રેન્જ સાથે સોનાટાએ પુરુષો અને મહિલાઓ માટે 24 વોચ પ્રસ્તુત કરી છે. આ કલેક્શનમાં દરેકને પસંદ પડે એવી વોચ સામેલ છે.
સોનાટાના માર્કેટિંગ હેડ શ્રી સુબિશ એસએ કહ્યું હતું કે, “એક બ્રાન્ડ તરીકે સોનાટા ઉપભોક્તાઓની જરૂરિયાતો સમજવા અને સ્ટાઇલમાં એ જરૂરિયાતો પૂર્ણ કરવા આતુર છે. અમને યુવાન અને સતત ગતિશીલ ઉપભોક્તા માટે કલેક્શન સોનાટા મલ્ટિફંક્શન્સ પ્રસ્તુત કરવાની ખુશી છે. આ કલેક્શન ઊંચી ફંક્શનાલિટી અને યુટિલિટીના સમન્વય સાથે લેટેસ્ટ ફેશન ધરાવે છે. આ કલેક્શન આકર્ષક ડિઝાઇનોની રેન્જ ઓફર કરે છે, જે વિવિધ પ્રસંગો માટે ફિટ છે અને એની કિંમત વાજબી છે.”
સોનાટા મલ્ટિફંક્શન વોચની રેન્જમાં સ્ટાઇલ અને ફંક્શનાલિટીનો વિશિષ્ટ સમન્વય થયો છે. આ વોચ સબ-ડાયલ પર ડે, ડેટ અને સેકન્ડ ફંક્શનાલિટી ધરાવે છે, જે ફેશનેબલ અને ફોર્મલ લૂકની રેન્જ ઊભી કરે છે. આ આકર્ષક કલેક્શન તમારા OOTD લૂક – ફેશન કે ફોર્મલ માટે પરફેક્ટ છે, જેની કિંમતની રેન્જ રૂ. 1999થી રૂ. 2799 છે.
મલ્ટિફંક્શન સીરિઝમાં વિમેન્સ વોચ આકર્ષક પાસાઓ સાથે વોચની રેન્જ પ્રસ્તુત કરે છે. તમારા વ્યક્તિત્વને અનુરૂપ પીસ પસંદ કરોઃ પછી એ આકર્ષક બાય-મેટલ બ્રેસલેટ એન્ડ ડાયલ્સ હોય, થ્રેસાઇટ મેશન સ્ટ્રેપ્સ હોય, સુશોભિત ડાયલ હોય કે નર્લ બેઝેલ હોય. આ દરેક વોચ આધુનિક અપીલ સાથે આકર્ષક છે તથા તમારા દિવસોને શ્રેષ્ઠ બનાવવા તમારી જરૂરિયાતો પૂર્ણ કરે છે.
નર્લ બેઝેલ, મોટા ક્રિશ્ટલ ઇન્ડાઇસીસ, સ્ટીલ સરનરે ડાયલ અને ઓફ-સેટ સેકન્ડ્સ ફંક્શનાલિટી સાથે આકર્ષક બાય-મેટલ રોઝ ગોલ્ડ વોચ. કિંમત રૂ. 2799/-
પુરુષોની મલ્ટિફંક્શન વોચિસ ખાસિયતો, વિરોધાભાસી સ્ટાઇલ્સ અને આકર્ષક કિંમતોનો વિશિષ્ટ સમન્વય ધરાવે છે. આ સ્ટેટમેન્ટ વોચ શ્રેષ્ઠ ગુણવત્તા અને આઇકોનિક ડિઝાઇન ધરાવે છે, જે સિગ્નેચર સ્ટાઇલ સ્ટેટમેન્ટ વધારે છે તથા કાયમી પ્રભાવ છોડે છે. વિવિધ ઉપયોગી ખાસિયતો સાથે સિગ્નેચર ડિઝાઇનો આ વોચની રેન્જને તમામ પ્રસંગો માટે આદર્શ બનાવે છે અને તમારા લૂકને દમદાર બનાવે છે. સ્પોર્ટી છટા અને ડાયલની નોંધપાત્ર ખાસિયતો સાથે સ્ટાઇલિશ વોચની રેન્જ સાથે દરેક ક્ષણને યાદગાર બનાવો.
મેન્સ વોચની રેન્જ આકર્ષક કોન્ટ્રાસ્ટ ડિઝાઇનો ધરાવે છે, જેમાં સ્ટેઇનલેસ સ્ટીલ અને લેધરના પટ્ટાનો સમન્વય થયો છે. આ 12 વેરિઅન્ટની કિંમત રૂ. 2399થી રૂ. 2699 વચ્ચે છે.