મોદીની પ્રશંસા કરવા પર આઝાદના નિવાસ બહાર પ્રદર્શન
જમ્મુ: જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા જ પોતાના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય જમ્મુમાં આઝાદના ત્રણ દિવસીય પ્રવાસ બાદ આજે તેમના ઘરની બહાર તેમના પુતળા સળગાવીને કોંગ્રેસી કાર્યકરોએ નારાજગી વ્યકત કરી હતી કાર્યકર્તાઓનું કહેવુ છે કે આઝાદ કોંગ્રેસ પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમનું કહેવુ હતું કે ગુલામ નબી આઝાદે જમ્મુમાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી જેમણે જમ્મુના લોકોથી તેમના તમામ અધિકારોને પાછા લઇ લીધા
કોંગ્રેસી કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે ગુલામ નબી આઝાદ ભાજપ સરકારના ઇશારા પર કામ કરી રહ્યાં છે અને કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે સોનિયા ગાંધીથી માંગ કરી કે તાકિદે આઝાદને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે
કોંગ્રેસના કાર્યકરોનું કહેવુ છે કે જયારે આઝાદને કોંગ્રેસ પાર્ટી માટે અનુભવનો ઉપયોગ કરવો જાેઇએ તે દરમિયાન તે જમ્મુમાં આવી પાર્ટી માટે કામ કરવાની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે તે સહન થાય તેમ નથી સ્થાનિક નેતાઓએ પણ કહ્યું કે આઝાદના નિવેદનની ટીતા કરી છે અને તેમને પાર્ટીમાંથી બરતરફ કરવાની માંગ કરી છે.