મારી ઇચ્છા ભારત અને પાકિસ્તાનને સારા મિત્ર બનતા જાેવાની : મલાલા
નવીદિલ્હી: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાને સારા મિત્ર બનતા જાેવાનું મારૂ સપનુ છે. તેણે કહ્યું કે લોકોને સીમાઓની અંદર રાખવાની નીતિ હવે કામ કરી શકે નહીં અને ભારત અને પાકિસ્તાનના લોકો શાંતિથી રહેવા ઇચ્છે છે. તેણે એમ પણ કહ્યું કે લધુમતિઓને દરેક દેશમાં સુરક્ષાની જરૂરીયાત છે પછી ભલે તે પાકિસ્તાન હોય કે ભારત આ મુદ્દો ધર્મથી જાેડાયેલ નથી પરંતુ અધિકારોના હનનથી જાેડાયેલ છે ને તેને ગંભીરતાથી લેવો જાેઇએ
બાલિકા શિક્ષની હિમાયત કરનારી પાકિસ્તાની કાર્યકર્તા યુસુફજઇએ ઓકટોબર ૨૦૧૨માં તાલિબાનના આતંકવાદીઓએ માથામાં ગોળી મારી હતી પરંતુ તે બચી ગઇ હતી જે કોઇ ચમત્કારથી ઓછું ન હતું. યુસુફજઇએ કહ્યું કે ઇટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવો જાેઇએ અને ભારતમાં શાંતિપૂર્ણ રીે વિરોધ કરનારા કાર્યકર્તાઓની ધરપકડના અહેવાલો ચિંતાજનક છે તેણે આશા વ્યકત કરી કે સરકાર લોકોની માંગો પર ધ્યાન આપવાનું સુનિશ્ચિત કરશે
તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન સારા મિત્ર બને તે મારૂ સપનુ છે જેથી આપણે એક બીજાના દેશોમાં જઇ શકીએ તમે પાકિસ્તાની નાટક જાેવાનું જારી રાખી શકો છે અમે બોલીવુડ ફિલ્મો દેખવાનું અને ક્રિકેટ મેચનો આંદન લેવાનું જારી રાખી શકીએ છીએ
તે જયપુર સાહિત્ય મહોત્સવની સમાપાન દિવસ પર પોતાના પુસ્તક આઇ એમ મલાલા ધ સ્ટોરી ઓફ ધ ગર્લ હૂ સ્ટુડ અપ ફોર એજયુકેશન એડ શોક્ટ બાઇ ધ તાલિબાનના સંબંધમાં પોતાના વિચાર રાખી રહી હતી આ મહોત્સવ ડિઝીટલ રીતે આયોજીત કરવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે તમે ભારતીયો છો હું પાકિસ્તાની છુ અને આપણે પુરી રીતે બરાબર છીએ તો આપણી વચ્ચે આ નફરત કેમ પેદા થઇ
સીમાઓ,વિભાજનો તથા ફુટ પાડો અને રાજ કરોની જુની નીતિ આ બધુ કામ કરતી નથી પરંતુ આપણે બધાએ શાંતિથી રહેવું જાેઇએ તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનના અસલી દુશ્મન ગરીબી ભેદભાવ અને અસમાનતા છે તથા બંન્ને દેશોને એક થવું જાેઇએ અને તેનો મુકાબલો કરવો જાેઇએ નહીં કે એક બીજાથી લડવું જાેઇએ તેણે એ પણ કહ્યું કે તે એ દિવસની પણ રાહ જાેઇ રહી છે જયારે દરેક યુવકીને સ્કુલ જાય અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળે