કાૅંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નથી એવા પરિણામ આવ્યાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને આ જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજાે અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે. આજે ગુજરાતની જનતાનો હું આભારી છું.
જે રીતે ગુજરાતની પ્રજાએ કાૅંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે ભૂતકાળમાં કોઇપણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા, જિલ્લા પંચાયતમાં મળી નથી. આ માટે લાખો ભાજપના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને સી.આરના નેતૃત્તવમાં જે થયું છે. વિકાસની રાજનીતિ જ ચૂંટણીનો મુદ્દો હતો. અમારી જવાબદારી વધી છે પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ગામડું હોય કે નગર હોય પણ જ્યાં માનવી ત્યાં સુવિધા અમે પહોંચાડીશું. કાૅંગ્રેસ ડૂબતું નાવ છે, ગુજરાતનાં પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે કે, કાૅંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી તેવા પરિણામ આવ્યા છે.કોંગ્રેસ ડુબતુ જહાજ છે.
ભાજપની જીત બાદ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ્ ખાતે પહોંચ્યાં હતાં.અહીં સી.આર. પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જનતા સાથેના કામ અને સહકાર અને સરકારે કરેલા કામોનું પરિણામ દેખાઇ રહ્યું છે. ૨૦૧૫માં ભાજપને જે કાંઇપણ નુકસાન હયુ હતું તે આજે પૂર્ણ થયું છે. પીએમ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને પછી વડાપ્રધાન બન્યા ત્યારે પણ જે રીતે ગુજરાતની માવજત કરી છે.
તેના કારણે ગુજરાતનાં ભાઇ બહેનો ભાજપા પ્રત્યે સમર્પિત છે. એમા પણ સોનામાં સુંગધ મળે તે રીતે ગુજરાત સરકારે પણ લોકો માટે કામો કર્યા છે. હું ગુજરાતનાં ભાઇ બહેનોનો દિલથી આભાર માનું છું અને પ્રણામ કરું છું કે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરયો. ચૂંટાયેલા ઉમેદવારો લોકો માટેના કામ કરવાનાં અમારા પ્રામાણિત પ્રયત્નો રહેશે.