બાગાતી યોજના માટે બજેટમાં ૪૪૨ કરોડની જાેગવાઈ કરાઈ
સરકારી પડતર જમીનને બાગાયતી-ઔષધિય પાકોની ખેતી માટે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત
ગાંધીનગર, રાજ્યનું વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું બજેટ નાણામંત્રી નીતિન પટેલ રજુ કરી રહ્યાં છે. તેઓ આજે નવમી વખત બજેટ રજુ કરી રહ્યાં છે. બજેટ રજુ કરતા પહેલા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે.
રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. ૪૪૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે.
આ યોજનામાં પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની ૫૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન આધુનિક ટેક્નોલોજીથી ઉપજાઉ બનાવવા માટે અને તે દ્વારા મોટી સંખ્યામાં નવી રોજગારીનું નિર્માણ કરવા માટે પ્રગતિશીલ ખેડૂતો, સક્ષમ વ્યક્તિઓ, સંસ્થાઓ, કંપનીઓ અથવા ભાગીદારી પેઢીને ભાડાપટ્ટે આપવામાં આવશે. જેના થકી બે લાખ મેટ્રિક ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે રૂ. ૧૦૦ કરોડની જાેગવાઇ.
નર્સરીઓ અને સેન્ટર ઓફ એક્સેલેન્સના સુદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે રૂ. ૨ કરોડની જાેગવાઈ. આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી. ૧૪ હજાર કરોડનું આર્ત્મનિભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના ૭૬ લાખ ૩૮ હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.