બાળકી ૧૨માં માળેથી નીચે પડી, છતાં પણ બચી ગઈ
વિયેતનામ: કહેવાય છે ને જે જાકો રાખે સાઈયાં, માર સકે ન કોઈ આ કહેવતને એકદમ પુરવાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના વિયેતનામમાં સામે આવ્યો છે. અહીં બે વર્ષની બાળકી બિલ્ડિંગના ૧૨માં માળેથી નીચે પડી હતી. આ દરમિયાન નીચે ઉભેલા એક ડિલિવરી મેને બાળકીને પકડી પાડી હતી. આમ બાળકીનો જીવ બચી ગયો હતો.
આ ડિલિવરી મેનને હવે સ્થાનિક અખબારોમાં અસલી હીરોનો દરજ્જાે મળી રહ્યો છે. આ રિયલ લાઈફ હીરોનું નામ છે ન્ગ્યેન નાગોસ મેનહ. ૩૧ વર્ષીય ન્ગ્યેને જણાવ્યું કે તે એક ગ્રાહકને પાર્સલ ડિલિવર કરવા માટે હનોઈ ગયો હતો. જ્યારે તે ગ્રાહકના આવવાની રાહ જાેઈ રહ્યો હતો ત્યારે તેણે બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે જાેયું કે એક બાળકી બિલ્ડિંગના ૧૨માં માળની બાલ્કનીમાં લટકી રહી હતી. આ જાેતા જ તે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો અને ઉપરથી નીચે પડેલી બાળકીને ખોળામાં જીલી લીધી હતી. આમ બાળકીનો જીવ બચી ગયો હતો. જાેકે, બાળકીના મોંઢામાંથી લોહી આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં તેની હાલત સ્વસ્થ્ય ગણવામાં આવી રહી છે. ૧૬૪ ફૂટની ઊંચાઈએથી પડેલી બાળકીનો જીવ બચવાથી તેઓ ખુબ જ ખુશ હતા. તેમણે વધુમાં જણાવ્યું કે બધુ ઝડપથી થયું પરંતુ તેમણે બાળકી ઉપરથી નજર હટવા ન દીધી અને અંતે બધુ સારું થયું. બાળકીનો જીવ બચી ગયો. રુવાડાં ઊભા કરનારી આ ઘટના બિલ્ડિંગની સામે બાજુએ રહેલી એક મહિલાએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. સાથે સાથે બાળકીની માતાને બુમો પાડીને બોલાવતી હતી. પરંતુ અંતર વધારે હોવાથી તેનો અવાજ પહોંચી શકે તેમ ન હતો. આ આખી ઘટનામાં ડિલિવરી મેન બાળકી માટે ભગનાવનું સ્વરૂપ ગણી શકાય.