દયા ભાભી ક્યારે પાછા આવશે તેનો જવાબ કોઈની પાસે નથી
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દરેકની મનપસંદ સિરિયલ છે. પરંતુ શોનું સૌથી ચર્ચિત પાત્ર દયાબેન લાંબા સમયથી શોથી દૂર છે. તેમની શો વાપસીને લઈને અલગ-અલગ ચર્ચાઓ થતી રહે છે. ત્યારે આ મામલે શોની અંજલીભાભીએ મૌન તોડ્યું છે. દિશા વાકાણી ઉર્ફે દયાબેને વર્ષ ૨૦૧૭માં શોમાંથી લિવ લીધી હતી. તે બાદથી તે શોમાં પરત નથી ફર્યા.
ત્યારથી કહેવાયય છે કે શોના મેકર્સ દિશા વાકાણીની જગ્યાએ અન્ય કલાકારની શોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શોમાં જુના અંજલીભાભી એટલે કે નેહા મહેતાને રિપ્લેસ કરીને સુનયના ફૌજદારએ તેમની જગ્યા લીધી છે. તો બીજી તરફ સોનુ અને સોઢી પણ બદલાઈ ચુક્યા છે. સુનયના ફૌજદારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ શો કોઈ એક રોલ ભજવનારનો નથી,
આ શો દરેકનો છે. આ શોની ખાસિયત છે. જાે કોઈ કિરદારને આજે પણ દર્શકોનો એટલો જ પ્રેમ મળી રહ્યો છે તો શો ખૂબ સરસ પ્રદર્શન કરી રહ્યો છે. સુનયનાએ કહ્યું કે, શો તેનું ૧૦૦ ટકા આપી રહ્યો છે. માત્ર એક માણસને તેની ક્રેડિટ ન મળવી જાેઈએ. કોઈ એક લીડ નથી, બધાના કોઈ ફેવરેટ છે, જેના કારણે શો ચાલે છે. તેમણે એમ પણ કહ્યું કે,
આ મામલે અમે પણ જાણવા માંગીએ છીએ કે દયાબેન અંગે શું ર્નિણય લેવાશે. અમને આ અંગે હાજી કોઈ વાત નથી કહેવામાં આવી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આસિત સર આનો જવાબ આપી શકે છે. કારણ કે અમે પણ એકબીજાને આ અંગે સવાલો કરીએ છીએ. પરંતુ કોઈની પાસે આનો જવાબ નથી. ઉલ્લેખનીય છે કે, ‘હે મા માતાજી’ અને ‘ટપ્પુ કે પાપા’ જેવા ડાયલોગ્સને દર્શકો આજે પણ મિસ કરી રહ્યા છે.