Western Times News

Gujarati News

જૂપિટર ઇન્ફોમીડિયાએ લિસ્ટેડ SME ઉપર ન્યુઝ પોર્ટલ JimSMEnews.com લોન્ચ કર્યું

અમદાવાદ, ભારતીય એસએમઇને સક્ષમ બનાવતી અગ્રણી બિઝનેસ સોલ્યુશન્સ કંપની અને નોલેજ હબ જૂપિટર ઇન્ફોમીડિયા લિમિટેડે એનએસઇ અને બીએસઇ ઉપર લિસ્ટેડ ભારતીય એસએમઇ ઉપર કેન્દ્રિત પોતાનું બિઝનેસ પોર્ટલ JimSMEnews.com લોન્ચ કર્યું છે. રોકાણકારો અને માર્કેટ રિસર્ચર્સને માહિતી સંબંધિત પડકારોમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે આ પોર્ટલ ધ્યાનપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે.

લિસ્ટેડ એસએમઇની સંખ્યામાં સતત વધારો તથા વિશ્વસનીય માહિતીની માગને જોતાં ભારતીય એસએમઇ માર્કેટમાં થતાં તમામ ફેરફારો વિશે માહિતગાર રહેવું વાસ્તવિક પડકાર બન્યું છે. લિસ્ટેડ એસએમઇ અંગે વિશ્વસનીય અને તટસ્થ સમાચાર ઇચ્છતા રોકાણકારો માટે JimSMEnews.com ભારતીય એસએમઇ માટે સૌથી મોટું ઇન્ફર્મેશન ગેટ-વે બની રહેશે. આ પોર્ટલ બીએસઇ અને એનએસઇ ઉપર 500થી વધુ લિસ્ટેડ કંપનીઓનું લાઇવ ટ્રેકિંગ કરશે.

JimSMEnews.com એસએમઇ ઇક્વિટી, કંપની લિસ્ટિંગ, મર્જર અને એક્વિઝિશન્સ, ફાઇનાન્સિયલ્સ, નવા લોન્ચ, એવોર્ડ્સ અને સન્માન, સિદ્ધિઓ તથા અન્ય મહત્વપૂર્ણ માહિતી સાથે ભારતીય એસએમઇ માર્કેટની તમામ વિગતોને આવરી લેશે. આ ઉપરાંત પ્લેટફોર્મના માધ્યમથી ભારતીય એસએમઇ વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર કારોબારી સિદ્ધિઓની જાહેરાત કરી શકશે, જેના પરિણામે રોકાણકારો યોગ્ય નિર્ણય લઇ શકશે.

JimSMEnews.com વેબ જર્નલના ફ્રી સબસ્ક્રિપ્શનની અનોખી વિશેષતા ધરાવે છે. આ સાપ્તાહિક ઇ-જર્નલ સબસ્ક્રાઇબર્સને લિસ્ટેડ એસએમઇ સંબંધિત તમામ સમાચાર અને અપડેટ્સને ઇ-મેઇલ દ્વારા સીધી માહિતી પહોંચાડશે. આ ન્યુઝલેટરમાં વ્યાપક સ્તરે તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા એક ક્લિક ઉપર માહિતી હાંસલ કરવી શક્ય બનશે.

જૂપિટર ઇન્ફોમીડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ મોદીએ જણાવ્યું હતું કે, JimSMEnews.com લિસ્ટેડ એસએમઇ ઉપર કેન્દ્રિત ભારતનું સૌથી મોટું ન્યુઝ પોર્ટલ છે. વાર્ષિક આશરે 10 ટકાની ઝડપી વૃદ્ધિ સાધતાં એસએમઇ સેક્ટર માટે આ મહત્વપૂર્ણ પહેલ છે. જોકે, ભારતીય એસએમઇ માર્કેટ અને કારોબાર સંબંધિત વિશ્વસનીય તથા મહત્વપૂર્ણ માહિતીની ઉપલબ્ધતા મોટો પડકાર છે. આ પોર્ટલની મદદથી માહિતીની ઉપલબ્ધતાની ખાઇ પૂર્ણ થશે તથા દેશભરમાં એસએમઇ હીતધારકો લિસ્ટેડ એસએમઇ સંબંધિત બાબતો ઉપર નજર રાખવા સક્ષમ બનશે.

તેમણે ઉમેર્યું હતું કે, જૂપિટર ઇન્ફોમીડિયાનો વ્યૂહાત્મક ઉદ્દેશ્ય એસએમઇ ઉપર વિશેષ ધ્યાન આપીને ભારતીય કારોબારી સેક્ટર માટે માહિતીનું કેન્દ્ર બનવાનો છે. માર્કેટના ઉંડાણપૂર્વકના અભ્યાસ તથા રોકાણકારોના જૂથ સાથે મળીને અમે નોંધ્યું કે મોટાભાગના રોકાણકારો અને હીતધારકો બજાર સંબંધિત પૂરતી માહિતી અને દૈનિક અપડેટ્સ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.