દેશમાં 10 બાયોટેક યુનિવર્સિટી, રિસર્ચ, જોઈન્ટ ઈન્ડસ્ટ્રી ટ્રાન્સેશનલ ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યા છે
હવે બાયોટેકનોલોજીના સામર્થ્યનો વ્યાપ દેશની ખાદ્ય સુરક્ષા, પોષણ અને ખેતીના હિતમાં વ્યાપકપણે થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને તેમના જીવનને બહેતર બનાવવા માટે બાયોટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધનોમાં જે સાથીઓ લાગેલા છે તેમની પાસે દેશને ઘણી બધી અપેક્ષા છે. ઉદ્યોગોના મારા તમામ સાથીઓને હું આગ્રહ કરૂં છું કે તે આ ક્ષેત્રે પોતાની ભાગીદારીમાં વધારો કરે.
દેશમાં 10 બાયોટેક યુનિવર્સિટી, રિસર્ચ, જોઈન્ટ ઈન્ડસ્ટ્રી ટ્રાન્સેશનલ ક્લસ્ટર (URJIT) પણ બનાવવામાં આવી રહ્યા છે, કે જેથી તેમાં થનારા ઈનોવેશનનો ઉદ્યોગો ઝડપભેર ઉપયોગ કરી શકે. આવી જ રીતે દેશના 100 કરતાં વધુ એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટમાં પણ બાયોટેક- કિસાન પ્રોગ્રામ હોય કે પછી હિમાલયન બાયો રિસોર્સ મિશન પ્રોગ્રામ હોય કે પછી મરિન બાયોટેકનોલોજી નેટવર્કનો કોન્સોર્ટિયમ પ્રોગ્રામ હોય. આ બધામાં સંશોધનને કારણે ઉદ્યોગની ભાગીદારી કેવી રીતે બહેતર બનાવી શકાય તે બાબતે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
આ વર્ષના બજેટમાં શિક્ષણ સંસ્થાઓના નિર્માણ અને તેમની ઉપલબ્ધિ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે રૂ,50 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી સંશોધન સાથે જોડાયેલી સંસ્થાઓમાં વહિવટી માળખાથી માંડીને સંશોધન અને વિકાસ, શિક્ષણ વ્યવસ્થા અને ઉદ્યોગ સાથે જોડાણને વેગ મળશે. બાયોટેકનોલોજી સાથે જોડાયેલા સંશોધન માટે બજેટમાં 100 ટકા કરતાં પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે તે સરકારની અગ્રતા દર્શાવે છે.
ભારતના ફાર્મા અને વેક્સીન સાથે જોડાયેલા સંશોધનોના કારણે ભારતની સુરક્ષા અને સન્માન બંનેમાં વધારો થયો છે. આપણાં સામર્થ્યને સશક્ત બનાવવા માટે સરકાર અગાઉથી જ 7 નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન અને સંશોધન સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ જાહેર કરી ચૂકી છે. આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસથી માંડીને ખાનગી ક્ષેત્રની અને આપણાં ઉદ્યોગોની ખૂબ મોટી ભૂમિકા પ્રશંસાપાત્ર છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ પ્રકારની ભૂમિકાનો વધુને વધુ પ્રમાણમાં વ્યાપ વધશે.