કેળાનો તૈયાર પાકને થડમાંથી કાપી નાખતા હજારોનું નુકશાન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ તાલુકામાં આવેલા જુના દાદાપોર ગામે કેળાના તૈયાર પાકને કોઈ અજાણ્યા ઈસમોએ થડમાંથી કાપી નાખતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું. જે બાબતે તેમણે આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી.
આમોદ તાલુકામાં આવેલા જુના દાદાપોર ગામે છ એકરમાં ફેલાયેલા કેળાના ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમોએ કેળનો ઉભો પાકને નુકશાન કર્યું હતું.
આશરે સાત થી આઠ ફૂટ ઊંચા કેળાના તૈયાર પાકને થડમાંથી કાપી નાખી નુકશાન કરતા ખેડૂત ગોવિંદભાઈ મંગળભાઈ પટેલને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું.તેમના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની મતગણતરીના દિવસે રાત્રીના સમયે કોઈ ઈસમોએ મારા ખેતરમાં આવી થડમાંથી જ કેળાના પાકને કાપી નુકશાન કર્યું હતું.જે અંગે તેમણે આમોદ પોલીસ મથકે પણ ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી હતી.પરંતુ તેમના જણાવ્યા મુજબ હજુ સુધી પોલીસ તપાસ કરવા માટે આવી નથી.