એક્સિસ સીક્યોરિટીઝે 11.5 લાખ કાર્વી ટ્રેડિંગ એકાઉન્ટ્સ એક્વાયર કર્યા
કાર્વી સ્ટોક બ્રોકિંગના 1.15 મિલિયન કસ્ટમર એકાઉન્ટના એક્વિઝિશન સાથે એક્સિસ સીક્યોરિટીઝ ભારતની ત્રીજી સૌથી મોટી બ્રોકરેજ કંપની બનશે
મુંબઈ, એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એક્સિસ સીક્યોરિટીઝ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડના ટ્રેડિંગ એકાઉન્ટ્સ એક્વાયર કરવા સફળ બિડર બની છે.Axis Securities to become India’s 3rd largest brokerage firm with the acquisition of 1.15 million customer accounts of Karvy Stock Broking
કાર્વીના ગ્રાહકો બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ તકો ઝડપવા સૌથ વધુ વિશ્વસનિય બેંક-સંચાલિત બ્રોકરેજ ગૃહો પૈકીના એક એક્સિસ સીક્યોરિટીઝ સાથે ટ્રેડિંગ શરૂ કરી શકે છે. એક્સિસ સીક્યોરિટીઝે સરળતાપૂર્વક ટ્રાન્સફર કરવા સંપૂર્ણ સફરને ડિજિટલ અને પેપરલેસ બનાવી છે.
એક લિન્ક પર ક્લિક કરીને કાર્વીના ગ્રાહકો એક્સિસ સીક્યોરિટીઝ સાથે તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ એક્ટિવેટ કરાવી શકે છે અને વિવિધ પ્રોડક્ટ ઓફર સાથે મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મની સુલભતા ધરાવે છે. આ 11.5 લાખ કાર્વી ટ્રેડિંગ એકાઉન્ટના એક્વિઝિશન સાથે એક્સિસ સીક્યોરિટીઝના ગ્રાહકોની સંખ્યા 25 લાખથઈ વધીને 36 લાખ થઈ છે, જેના પગલે એ ઉદ્યોગમાં ત્રીજી સૌથી મોટી કંપની બનશે.
આ માઇગ્રેશનની પ્રક્રિયા એક્સચેન્જ દ્વારા શરૂ થઈ છે અને એક વાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક્સિસ સીક્યોરિટીઝ લોગિન ક્રેડેન્શિયલ્સ સાથે કાર્વીના ગ્રાહકો સાથે ટ્રેડિંગ એકાઉન્ટની વિગતો વહેંચશે. ગ્રાહકો એક્સિસ સીક્યોરિટીઝ ડીપી અંતર્ગત તેમના હાલનું હોલ્ડિંગ શિફ્ટ કરવા ફ્રેશ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે.
એક્સિસ સીક્યોરિટીઝ સાથે ગ્રાહકો ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સંશોધન અને મોટી સંખ્યામાં બ્રાન્ચ નેટવર્કનો લાભ મેળવશે. શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત સેવાઓ અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ એક્સિસ સીક્યોરિટીઝ સાથે રોકાણનો આનંદદાયક અનુભવ આપશે.
આ અંગે એક્સિસ સીક્યોરિટીઝના એમડી અને સીઇઓ શ્રી બી ગોપકુમારે કહ્યું હતું કે, “એક્સિસ સીક્યોરિટીઝમાં અમે દ્રઢપણે માનીએ છીએ કે, યોગ્ય સમયે રોકાણનો ઉચિત નિર્ણય તમામ ફરક પેદા કરે છે એટલે અમે બજારમાં સફળતાપૂર્વક રોકાણ કરવા મદદરૂપ થવા અમારા ગ્રાહકો સાથે દરેક પગલે કામ કરીએ છીએ.
ટ્રેડિંગ એકાઉન્ટ્સનું આ એક્વિઝિશન અમારા સંશોધનની કુશળતા અને સર્વાંગી ઓફર સાથે બજારમાં ઉચિત તકો ઝડવા કાર્વીના ગ્રાહકોને સક્ષમ બનાવવાની ઉત્તમ તક છે. અમે એક્સિસ પરિવારમાં કાર્વીના ગ્રાહકોને આવકારીએ છીએ અને તેમને ઉત્કૃષ્ટ સેવાઓ, સરળતાપૂર્વક ઓનબોર્ડિંગ અને ટ્રેડિંગના શ્રેષ્ઠ અનુભવની ખાતરી આપીએ છીએ.”
એક્સિસ સીક્યોરિટીઝ લિમિટેડ (એએસએલ) સૌથી વધુ વિશ્વસનિય બ્રોકરેજ ગૃહો પૈકીનું એક છે. આ એવોર્ડ-વિજેતા સંશોધન, ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશનોના પાયા પર નિર્મિત છે. એની ટ્રેડિંગ અને રોકાણ માટેની મજબૂત ટેકનોલોજી એને શ્રેષ્ઠ ઓનલાઇન પ્લેટફોર્મ પૈકીનું એક બનાવે છે. એએસએલ એના ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સંશોધના અને વિચારો માટે જાણીતી છે, જે રોકાણકારોને સુમાહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.