અન્ય બેંકોના 10 લાખ ગ્રાહકો ICICIની ‘iMobile પે’નો ઉપયોગ કરે છે
આઇસીઆઇસીઆઈ બેંક ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ સીમાચિહ્ન સર કર્યું -બે મહિનામાં આ આંકડો બમણો થશે એવી ધારણા
મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકે આજે જાહેરાત કરી હતી કે, અન્ય બેંકોના એક મિલિયન ગ્રાહકોએ બેંકની એપના નવા સ્વરૂપ ‘આઇમોબાઇલ પે’નો ઉપયોગ શરૂ કર્યો છે. બેંકે ‘આઇમોબાઇલ પે’નો ઉપયોગ એના ગ્રાહકો ન હોય એવા લોકો માટે પણ કરવાની સુવિધા આપ્યાના ત્રણ મહિનાના ગાળામાં આ સીમાચિહ્ન સર કર્યું છે. One million customers of other banks are using ICICI Bank’s banking app, ‘iMobile Pay’
બેંકના ગ્રાહકોને આંતરકાર્યદક્ષતા પૂરી પાડતી આ વિશિષ્ટ પહેલને પ્રાપ્ત થયેલા જબરદસ્ત પ્રોત્સાહનથી પ્રેરિત આઇસીઆઇસીઆઈ બેંકને ધારણા છે કે, બે મહિનામાં આ આંકડો લગભગ બમણો થઈ જવાની શક્યતા છે.
‘આઇમોબાઇલ પે’નો ઉપયોગ શરૂ કરવા કોઈ પણ બેંકના ગ્રાહકો એપ સાથે તેમનું બેંક ખાતું લિન્ક કરી શકે છે, યુપીઆઇ આઇડી જનરેટ કરી શકે છે અને કોઈ પણ યુપીઆઇ આઇડી કે મર્ચન્ટને ચુકવણી કરવાનું, બિલોની ચુકવણી કરવાનું, ઓનલાઇન રિચાર્જ કરવાનું તથા કોઈ પણ બેંક ખાતા, પેમેન્ટ એપ અને ડિજિટલ વોલેટમાં નાણાં હસ્તાંરિત કરવાનું શરૂ કરી શકે છે. ઉપરાંત તેઓ સેવિંગ એકાઉન્ટ ખોલી શકે છે, હોમ લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે તેમજ આઇસીઆઇસીઆઈ બેંકની અન્ય બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકે છે.
આ સીમાચિહ્નરૂપ સફળતા પર ટિપ્પણી કરતાં આઇસીઆઇસીઆઈ બેંકના ડિજિટલ ચેનલ્સ એન્ડ પાર્ટનરશિપના હેડ શ્રી બિજિથ ભાસ્કરે કહ્યું હતુ કે, “આઇસીઆઇસીઆઈ બેંક પથપ્રદર્શક ઇનોવેશન પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે છે. આ ઇનોવેશન ભારતીય બેંકોની ડિજિટલ કામગીરીમાં પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરે છે.
આ સમૃદ્ધ વારસાને સુસંગત રીતે અમે વર્ષ 2008માં દેશની પ્રથમ બેંકિંગ એપ ‘આઇમોબાઇલ’ પ્રસ્તુત કરી હતી. ત્રણ મહિના અગાઉ અમે એપમાં પરિવર્તન કરીને એનું નામ ‘આઇમોબાઇલ’માંથી બદલીને ‘આઇમોબાઇલ પે’ કર્યું હતું. આ પ્રયાસનો ઉદ્દેશ કોઈ પણ બેંકના ગ્રાહકોને અમારી એપ દ્વારા સાતત્યપૂર્ણ રીતે પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગની સેવાઓનો લાભ આપવાનો છે. અમે એનપીસીઆઈના આંતરકાર્યક્ષમ માળખાનો ઉપયોગ કરીને આ શક્ય બનાવ્યું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમને આનંદ છે કે, અન્ય બેંકોના એક મિલિયન ગ્રાહકોએ અમારી એપનો ઉપયોગ શરૂ કર્યો છે, જે ઉદ્યગમાં ઘણી સૌપ્રથમ, અદ્યતન સુવિધાઓ પૂરી પાડે છે. અમારી ધારણા મુજબ, આગામી બે મહિનામાં ‘આઇમોબાઇલ પે’નો ઉપયોગ કરનાર ન્યૂ-ટૂ-બેંક ગ્રાહકો બમણા થઈ જશે, કારણ કે દેશભરમાં આ એપ પર રજિસ્ટ્રેશન કરવામાં રસ વધી રહ્યો છે.”
યુઝર્સને ‘પે ટૂ કોન્ટેક્ટ્સ’ સુવિધા સૌથી વધુ પસંદ પડી છે. આ કામગીરી યુઝર્સને નાણાં તેમના મિત્રો/કોન્ટેક્ટ્સના મોબાઇલ નંબર કે યુપીઆઈ આઇડીમાં મોકલવાની, કોઈ પણ પેમેન્ટ એપ કે ડિજિટલ વોલેટમાં મોકલવા સક્ષમ બનાવે છે. એટલે આ એપ યુઝર્સને નોંધપાત્ર સુવિધા આપે છે, કારણ કે તેઓ તમામ પેમેન્ટ એપ્સ અને ડિજિટલ વોલેટ્સમાં નાણાં સરળતાપૂર્વક હસ્તાંતરિત કરી શકે છે, જેની સરખામણીમાં અત્યારે યુઝર્સને નાણાં મેળવનાર જે એપનો ઉપયોગ કરતા હોય એમાં ટ્રાન્સફર કરવા કોઈ ખાસ એપનો ઉપયોગ કરવો પડે છે.
‘સ્કેન ટૂ પે’, ‘ચેક બેલેન્સ’ અને ‘બિલ પેમેન્ટ્સ’ જેવી અન્ય સેવાઓનો મહત્તમ વપરાશ જોવા મળ્યો છે. ઉપરાંત ટ્રેન્ડ્સ દર્શાવે છે કે, ક્રેડિટ કાર્ડ્સ કે લોન માટે ‘ટ્રેક એપ્લિકેશન સ્ટેટ્સ’, ફંડ ટ્રાન્સફર અને વીપીએ ક્રિએટ કરવા જેવી ખાસિયતો પણ યુઝર્સને પસંદ પડી છે. તેઓ આઇસીઆઇસીઆઈ બેંકની લાભદાયક ઓફરો વિશે જાણકારી મેળવવા પણ આતુર છે.
‘આઇમોબાઇલ પે’એ દેશભરના બેંક ખાતાધારકો વચ્ચે રસ પેદા કર્યો છે. જ્યારે આ મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ અને ચેન્નાઈ જેવા મોટા મેટ્રોમાં સારો વપરાશ ધરાવે છે, ત્યારે પૂણે, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, લખનૌ, પટણા, ઇન્દોર, લુધિયાણા, ભુવનેશ્વર, ગૌહાટી, આગ્રા, કોચી અને ચંદીગઢ જેવા અન્ય મોટા શહેરોએ પણ યુઝર્સની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે.