ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે સેબીમાં DRHP ફાઇલ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/KIMS-scaled.jpg)
KIMS હોસ્પિટલ્સ” બ્રાન્ડ હેઠળ 9 મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલ્સ ઓપરેટ કરે છે, જેની કુલ બેડ ક્ષમતા 3,064 છે,
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સારવાર મેળવેલા દર્દીઓ અને ઓફર થતી સારવારની દ્રષ્ટિએ સૌથી મોટા હેલ્થકેર ગ્રૂપ પૈકીનું એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ લિમિટેડ (“કંપની” કે “કેઆઇએમએસ હોસ્પિટલ્સ”) એના સૂચિત આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. KIMS Hospital Files DRHP with SEBI
કંપની ટિઅર 2-3 શહેરોમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી કેર તથા ટિઅર 1 શહેરોમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શનરી અને ક્વાટર્નરી હેલ્થકેર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એકથી વધારે શાખામાં સંકલિત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરે છે. ક્રિસિલના રિપોર્ટ મુજબ, 31 ડિસેમ્બર, 2020 સુધી ગ્રૂપ “કેઆઇએમએસ હોસ્પિટલ્સ” બ્રાન્ડ હેઠળ 9 મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલ્સ ઓપરેટ કરે છે, જેની કુલ બેડ ક્ષમતા 3,064 છે,
જેમાં 2,500થી વધારે ઓપરેશન બેડ સામેલ છે, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બીજી સૌથી મોટી પ્રોવાઇડરથી 2.2 ગણાથી વધારે છે. કેઆઇએમએસ હોસ્પિટલ્સ 25થી વધારે સ્પેશિયાલ્ટીઝ અને સુપરસ્પેશિયાલ્ટિઝમાં હેલ્થકેર સેવાઓની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે, જેમાં કાર્ડિયાક સાયન્સિસ, ઓન્કોલોજી, ન્યૂરોસાયન્સિસ, ગેસ્ટ્રિક સાયન્સિસ, ઓર્થોપેડિક્સ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, રિનલ સાયન્સિસ તથા મધર એન્ડ ચાઇલ્ડ કેર સામેલ છે.
આઇપીઓમાં રૂ. 2,000 મિલિયન સુધીના કુલ ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 21,340,931 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ”) સામેલ છે, જેમાં જનરલ એટલાન્ટિક સિંગાપોર કેએચ પ્રાઇવેટ લિમિટેડ (“રોકાણકાર વિક્રેતા શેરધારક”) દ્વારા 13,977,991 ઇક્વિટી શેર, ડૉ. ભાસ્કરા રાવ બોલ્લિનેની દ્વારા 775,933 ઇક્વિટી શેર, રાજ્યશ્રી બોલ્લિનેની દ્વારા 1,163,899 ઇક્વિટી શેર,
બોલ્લિનેની રમૈયા મેમોરિયલ હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 387,966 ઇક્વિટી શેર (સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો”), પરિશિષ્ટ એમાં ઉલ્લેખિત વ્યક્તિઓ દ્વારા 5,035,142 ઇક્વિટી શેર (“અન્ય વિક્રેતા શેરધારકો”, રોકાણકાર વિક્રેતા શેરધારક અને પ્રમોટર વિક્રેતા શેરધારકો સાથે “વિક્રેતા શેરધારકો” અને આ પ્રકારના ઇક્વિટી શેર “ઓફર્ડ શેર”) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ માટે રિઝર્વેશન સામેલ છે (“એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન”).
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ક્રેડિટ સુસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.
ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ લિમિટેડ વિશે
ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ લિમિટેડ (“કંપની” કે “કેઆઇએમએસ હોસ્પિટલ્સ”) એના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. ભાસ્કરા રાવ બોલ્લિનેની તથા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઇઓ ડૉ. અભિનય બોલ્લિનેની,ની લીડરશિપ હેઠળ સિંગલ હોસ્પિટલમાંથી ઓર્ગેનિક ગ્રોથ અને સ્ટ્રેટેજિક એક્વિઝિશન્સ દ્વારા મલ્ટિ-સ્પેશિયાલ્ટી હોસ્પિટલ્સની ચેઇનમાં વિકસી છે.
કંપનીએ એના નેટવર્કમાં પ્રથમ હોસ્પિટલની સ્થાપના વર્ષ 2000માં નેલ્લોરમાં કરી હતી અને અંદાજે 200 બેડની ક્ષમતા ધરાવે છે. ક્રિસિલના રિપોર્ટ મુજબ, સીકંદરાબાદમાં તેમની ફ્લેગશિપ હોસ્પિટલ સિંગલ લોકેશન (મેડિકલ કોલેજોને બાદ કરતા) પર ભારતમાં સૌથી મોટી ખાનગી હોસ્પિટલો પૈકીની એક છે, જેની ક્ષમતા 1,000 બેડની છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં કેઆઇએમએસ હોસ્પિટલ્સે નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે, જે માટે નાણાકીય વર્ષ 2017માં ઓંગોલ, નાણાકીય વર્ષ 2019માં વિઝાગ અને અનંતપુરમાં તથા નાણાકીય વર્ષ 2020માં કુર્નૂલમાં હોસ્પિટલોનું એક્વિઝિશન કર્યું છે. એની 3,064 બેડની ક્ષમતામાં એક-તૃતિયાંશ ક્ષમતા છેલ્લાં ચાર વર્ષમાં ઊભી થઈ છે.