મંદીને કારણે પારલે G દસ હજાર કર્મચારીને છૂટા કરશે
દેશમાં મંદીનો માહોલ છવાઈ રહ્યો છે, ત્યારે 50 લાખ જેટલી નોકરી થઈ શકે છે, પરંતુ તે બીજી બાજુ દેશની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદન કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ 10000 માણસોની છટણી કરવાની તૈયારી કરે છે. કંપનીના અધિકૃત લોકોએ જણાવ્યું હતું કે કંપની જીએસટી લાગ્યા પછી મંદી તરફ આગળ વધી રહી છે. ઓટોમોબાઈલ, ડાઈમન્ડ, કાપડ અને આવી ઘણી ઈન્ડસ્ટ્રી હાલમાં મંદીનો માર ભોગવી રહી છે.
ઉલ્લેખનીય છે કે પારલે જી બિસ્કીટ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આશિર્વાદ છે. ચાની લારી અને નાના કિરાણા સ્ટોર પર આસાનીથી મળતાં પારલે જી ના નજીવી કિંમતે મળતા બિસ્કીટો પર ઘણાં ગરીબ લોકો નભે છે.
એક અહેવાલ મુજબ, 100 રૂપિયાના કિલોના દરથી ઓછી કિંમતોવાળી બિસ્કીટો પર જીએસટી નાબૂદ કરવામાં આવે તેવી માંગ છે. પહેલા બિસ્કીટ પર 12 ટકા ટેક્સ લાગતો હતો જે હવે 18 ટકા જીએસટી લાગે છે.
પારલે પ્રોડક્ટ્સ કંપનીના દેશમાં વિવિધ સ્થળો પર કુલ 10 પ્લાન્ટ છે. જેમાં લગભગ 1 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, સાથે, કંપની 125 થર્ડ પાર્ટી મેન્યુફેકચરીંગ યુનિટ પણ ઓપરેટ કરે છે.