Western Times News

Gujarati News

જેકી શ્રોફે ‘એનિમલ કેર વૅન’ અભિનેત્રી આયશા જુલ્કાને ગિફ્ટમાં આપી

મુંબઈ, લોનાવલા : મુંબઈની સામાજિક સંસ્થા ‘એકતા મંચ’ અને ‘સોસાયટી ફોર એનિમલ સેફ્ટી’ ઇન્ડિયા (એસએએસ) બંનેએ સાથે મળીને લોનાવલામાં એનિમલ સેફ્ટી માટે સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. એ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કૌલ વિલા, લૌનાવલા (મહારાષ્ટ્ર)માં 4 માર્ચ 2021ના યોજાયો હતો.

કાર્યક્રમમાં જેકી શ્રોફ જાનવરોની સુરક્ષા માટે એક એનિમલ કેર વૅન અભિનેત્રી આયશા ઝુલ્કાને ગિફ્ટમાં આપી હતી. આ અવસરે જેકી શ્રોફ, એકતા મંચના અધ્યક્ષ અજય કૌલ, સોસાયટી ફૉર એનિમલ સેફ્ટી, ઇન્ડિયાના ફાઉન્ડર અને અધ્યક્ષ નિતેશ ખરે તથા ઉપાધ્યક્ષ અને ફિલ્મ અભિનેત્રી આયશા ઝુલ્કા, ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલના એક્ટિવિટી ચેરમેન પ્રશાંત કાશિદ તથા લોનાવલાના અનેક રાજનીતિ, સામાજિક સંસ્થાના લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

વિભિન્ન સામાજિક કાર્યો સાથે સંકળાયેલી સામાજિક સંસ્થા એકતા મંચના અધ્યક્ષ અજય કૌલે આ અવસર પર જેકી શ્રોફ, અભિનેત્રી આયશા ઝુલ્કા અને નિતેશ ખરેનો આભાર માન્યો. અજય કૌલે કહ્યું, અમે ઘાયલ, બિમાર, ભૂખ્યા જાનવરો માટે આ સેન્ટર શરૂ કર્યુ છે. જ્યાં તેમને સુરક્ષા આપી શકાય અને મદદ કરી શકાય. ટૂંક સમયમાં અમારી સંસ્થા લોનાવલામાં એનિમલ સેલ્ટરની પણ શરૂઆત કરશું.

આયશા ઝુલ્કા અને તેમના પતિએ લોનાવલામાં નગર નિગમની સહાય વડે શ્વાનો માટે 25 આકર્ષક અને સ્વચ્છ ફીડર પોઇન્ટ શરૂ કર્યા છે. યોગ્ય અને નિયમિત ભોજન વ્યવસ્થા અને ઇમર્જન્સી ચિકિત્સા સહાય આપવા માટે જેકી શ્રોફે આયશા ઝુલ્કાને એક એનિમલ કેર વૅન ગિફ્ટમાં આપી હતી. શ્રી અજય કૌલ અને અમુક પ્રાણી પ્રેમીઓ સાથે મળી આયશા ઝુલ્કાએ જરૂરિયાતમંદો અને ઘરેલુ પશુઓ માટેની હોસ્પિટલ અને પશુ ઘર શરૂ કરવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.