પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અમદાવાદમાં ટ્રાવેલ અને ટુરિઝમ ફેર
દેશના પશ્ચિમ ક્ષેત્રમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગને ચેતનવંતો બનાવવાની આગેવાની લેતો ટીટીએફ, અમદાવાદ-પ્રવાસન ઉદ્યોગનાં ચક્રોને ફરીથી ગતિમાન કરતા ટીટીએફનું ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબીશન હૉલ ખાતે પુનરાગમન થયુ છે.
ભારતમાં વર્ષ 2021નો પ્રારંભ ઉત્સાહભેર થયો છે. કોવિડ-19ની રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે અને પ્રવાસે જવા માટેનો આત્મવિશ્વાસ વધતો જણાય છે. વાસ્તવમાં ડિસેમ્બર- 2020થી શરૂ કરીને ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં તો હોટલોમાં સર્વોચ્ચ સંખ્યામાં ચેક-ઈન થયાં છે. વિમાન પ્રવાસ કોવિડ પૂર્વેની સ્થિતિની તુલનામાં 85 ટકા વધ્યા છે. ડોમેસ્ટીક લેઈઝર ટ્રાવેલ માટેની માંગ વધતી જાય છે અને હોટલોનાં બુકીંગ પણ પ્રિ-કોવિડ સ્થિતિની તુલનામાં ત્રણ ચતુર્થાંશ (75 ટકા) સુધી પહોંચ્યાં છે.
આ વર્ષે હવે પછી આંતરરાષ્ટ્રિય પ્રવાસની શરૂઆત થશે. દેશની અંદર ટ્રાવેલ બિઝનેસ 50 ટકા સુધી પહોંચ્યો છે અને ટૂંક સમયમાં અગાઉના વર્ષના સ્તરે સુધી પહોંચી જશે તેવુ અગ્રણી ટ્રાવેલ એજન્ટોનું માનવુ છે.
આવા મહત્વના તબક્કે અમદાવાદમાં ટ્રાવેલ અને ટુરિઝમ પ્રવૃત્તિને ચેતનવંતી બનાવવાની આગેવાની લઈ તા.4, 5 અને 6 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટી એકઝિબિશન હૉલ ખાતે ટીટીએફ-અમદાવાદનો પ્રારંભ થયો છે.
આજે આ શોનું ઉદ્દઘાટન ટ્રાવેલ ટ્રેડના ટોચના મહાનુભવો અને રાજ્ય ટુરિઝમ બોર્ડના અધિકારીઓની હાજરીમાં ટીટીએફના આયોજક અને ફેરફેસ્ટ મિડીયાના ચેરમેન અને સીઈઓશ્રી સંજીવ અગરવાલે કર્યુ હતું. સમારંભના સ્થળે રાજસ્થાન ટુરિઝમે આજે ટ્રાવેલ ટ્રેડ અને મિડીયા માટે ડેસ્ટીનેશન પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. હાઈટી સાથે ઉદ્દઘાટન સમારંભનુ સમાપન થયુ હતું.
આ શોનું 5 દેશ અને 13 રાજ્યના 130થી વધુ એક્ઝિબીટર્સ પ્રતિનિધિત્વ કરશે. હોસ્ટ સ્ટેટ તરીકે ગુજરાત ટુરીઝમ આ શોમાં તેના પ્રસિધ્ધ આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે પાર્ટનર ડેસ્ટીનેશન તરીકે જોડાયુ છે. ઉત્તરાખંડ, કેરળ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન પણ પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયાં છે. આ વર્ષનું ફીચર સ્ટેટ તેલંગણા છે. હંમેશની જેમ ઈન્ડીયા ટુરિઝમની પણ આ શોમાં નોંધપાત્ર હાજરી વર્તાઈ રહી છે.
આ શોને OTOAI, ATOAI, TAAI, ADTOI, IATO, IAAI, ETAA, SATA, RAAG, SGTCA, TAAS, ATAA, GTAA, TAG, UTEN, VTAA, TAFI, TLC, TOSG, ABTO અને TOA સહિતનાં ટ્રાવેલ ટ્રેડ એસોસિએશન્સનો સક્રિય સહયોગ હાંસલ થયો છે અને તેમાં મોટી સંખ્યામાં તેના સભ્યો હાજરી આપશે.
ભારતના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફના આયોજક અને ફેરફેસ્ટ મિડીયાના ચેરમેન અને સીઈઓશ્રી સંજીવ અગરવાલે જણાવ્યું હતું કે “અમને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે સ્થાનિક પ્રવાસનો ઉત્સાહ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. આ કારણે અમે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં કોલકતા, અમદાવાદ અને મુંબઈમાં પ્રવાસન ઉદ્યોગના પાયોનિયર્સને એકત્ર કરીને પ્રવાસન સ્થળોને ફરીથી ખૂલ્લાં મૂકવા માટે ભારતનાં આ ટોચનાં ત્રણ બજારમાં સ્પેશ્યલ સિરીઝનો પ્રારંભ કર્યો છે”
DMCs, હોટેલ્સ, એરલાઈન્સ અને અન્ય ક્ષેત્રોની મહત્વની ખાનગી કંપનીઓ પણ ટીટીએફમાં ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ ઉપરાંત ખાનગી એજન્સીઓ દ્વારા ઈન્ડોનેશિયા, માલદિવ્ઝ, મોરેશિયસ અને અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે.
આ શોમાં ફીચર્ડ એક્ઝિબીટર્સમાં ડુઆરી વ્હાઈટ સેન્ડઝ ગોવા રિસોર્ટસ એન્ડ કેસીનો, ઈવોલ્વ બેક રિસોર્ટ, કારા વૉટર, લોર્ડઝ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, ટ્રુયલી ઇન્ડિયા હોટેલ્સ અને રિસોર્ટ્સ, ચટની હોટેલ્સ, સ્વપ્ન સૃષ્ટી ઈન્ટરનેશનલ કલબ, હોટેલબોક્સ, એશિયાનેટ ટ્રાવેલ વર્લ્ડ, ટ્રાવેલ પ્લગ ડોટ ઈન, સ્નોબાર હોટેલ્સ, સમોડે હોટેલ્સ, બોધી બુટીક હોટેલ્સ, કુંભલગઢ, ભૈરવગઢ રિસોર્ટસ અને સ્પા, સ્પેશ્યલ હોલીડેઝ, વયથીરી વિલેજ, નેનોઝ રિસોર્ટસ
અને કલબ, મારૂતિનંદન રિસોર્ટસ એન્ડ સ્પા, ટ્રાવેલેઝર, રામી રોયલ રિસોર્ટસ અને સ્પા, માઉન્ટેન ટ્રેઈલ્સ, ઈઝી ટુ ટ્રાવેલ, ધ બનયન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, ક્લાસિક ટ્રાવેલ શોપ, સ્પાઈસલેન્ડ હોલીડેઝ, વેલી વ્યૂ રિસોર્ટસ એન્ડ સ્પા બાય ટ્રાવિસ્ટા, બામ્બુ એસએએ રિસોર્ટસ એન્ડ સ્પા, ઓરિએન્ટલ પેલેસ રિસોર્ટસ, સુવિન રેસીડન્સી, અયાન રિસોર્ટસ એન્ડ સ્પા, અક્ષય નિવાસ, હોટલ વન્ડર ક્લીફ અને અન્યનો સમાવેશ થાય છે.
ટીટીએફ અમદાવાદના તમામ ત્રણ દિવસ ટીટીએફ અમદાવાદ એક્ઝિબિટર્સ અને અમદાવાદ તથા સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને સુરત, રાજકોટ અને વડોદરાના ટ્રાવેલ ટ્રેડ વચ્ચે B2B પરામર્શ માટે અનામત રહેશે.
આ શો એવા વ્યૂહાત્મક સમયે યોજાઈ રહ્યો છે કે જ્યારે ટુરિઝમ ઉદ્યોગને ફરીથી ચેતનવંતો બનાવવાનું ઉત્સાહજનક વાતાવરણ ઉભુ થઈ રહ્યુ છે અને તે પશ્ચિમ ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિના પ્રારંભને ગતિ આપવામાં અત્યંત આવશ્યક એવુ પ્રોત્સાહન પૂરૂ પાડશે. ટીટીએફ, અમદાવાદ પછી તા.19, 20 અને 21 માર્ચના રોજ મુંબઈમાં બોમ્બે એક્ઝિબીશન સેન્ટર ખાતે ખાતે ભવ્ય ઓટીએમ ફાયનલ યોજાશે.
ટીટીએફના આયોજકોએ એવી ખાત્રી આપી છે કે સૌને સલામત અને લાભદાયક અનુભવ પૂરો પાડવા માટે ટીટીએફ- અમદાવાદમાં એક્ઝિબીટર્સ, મુલાકાતીઓ, સમારંભ સ્થળના માલિકો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા કોવિડ સંબંધી સલામતીના પ્રોટેકોલ અને પગલાંનુ પાલન કરવામાં આવશે.
ટીટીએફ, અમદાવાદ વર્ષ 2021માં પ્રવાસન પ્રવૃત્તિને ફરીથી ચેતવનંતી બનાવવા માટે સજ્જ બની રહ્યો છે ત્યારે શું તમે તા.4, 5 અને 6ના રોજ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબીશન હૉલ ખાતે આ મજલમાં જોડાવા માટે સજજ છો?