Western Times News

Gujarati News

પુત્રીનું માથું કાપીને પિતા જાતે પોલીસ સ્ટેશને પહોંચી ગયો

યુપીના હરદોઈ જિલ્લાની હચમચાવી નાખતી ઘટના-૧૮ વર્ષની છોકરીને તેના કાકાના દીકરા સાથે પ્રેમ સંબંધ હતો જેને પુત્રીના પિતાએ જાેઈ લેતાં કૂહાડીથી હત્યા કરી

હરદોઈ,  ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં (Uttar Pradesh Hardoi District) એક હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાની દીકરીનું માથું ધડથી કાપી નાખ્યું અને એટલું જ નહીં દીકરીનું કાપેલું માથું લઈને તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. આ દ્રશ્યએ પોલીસકર્મીઓના પણ હોશ ઉડાવી દીધા. Uttar Pradesh Hardoi District father killed daughter with axed on neck

જણાવાઈ રહ્યું છે કે, હરદોઈ જિલ્લાના પાંડયપુરવા ગામની ૧૮ વર્ષની છોકરીને તેના કાકાના દીકરા સાથે પ્રેમ સંબંધ હતો. તેના પિતા સર્વેશે બે દિવસ પહેલા તેને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જાેઈ લીધી હતી. એ સમયે તો દીકરી ત્યાંથી ભાગી ગઈ હતી. સર્વેશ એ ઘટના બાદથી ભારે ગુસ્સામાં હતો અને તેણે પોતાની દીકરી અને તેના પ્રેમીની હત્યાની યોજના બનાવી. બુધવારે સાંજે તેણે દીકરી પર કુહાડીથી ઘણા વાર કર્યા અને પછી તેનું માથું કાપી નાખ્યું.

એ પછી તે દીકરીનું કાપેલું માથું હાથમાં લઈ પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં લોકો આ તમાશો જાેતા રહ્યા, પરંતુ કોઈએ તેની પાસે જવાની હિંમત ન કરી. જાેકે, તે જાતે જ પોલીસ મથક પહોંચી ગયા. તેને જાેઈને પોલીસકર્મીઓ પણ હચમચી ગયા. તેની તાત્કાલિક ધરપકડ કરી લેવાઈ હતી.

જાણવા મળ્યા મુજબ, આરોપી પિતાએ કહ્યું કે, તેણે બે દિવસથી ખાધું-પીધું નથી. દીકરીનું માથું કાપ્યા બાદ હવે તેને શાંતિ થઈ છે.  એએસપી કપિલ દેવે જણાવ્યુ કે, પિતાની ધરપકડ કરી લેવાઈ છે. તેની પાસેથી દીકરીનું કાપેલું માથું કબજામાં લઈ લીધું છે. આ દરમિયાન એક કોન્સ્ટેબલે કાપેલું માથું વાળથી પકડી રાખ્યું હતું. એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયો છે. એએસપીએ જણાવ્યું કે, કોઈએ આ ફોટો ટ્‌વીટ કર્યો હતો. જેને ગંભીરતાથી લઈને આ કાર્યવાહી કરાઈ છે. એએસપીએ જણાવ્યું કે, કોન્સ્ટેબલનું આ કૃત્ય અમાનવીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.