Western Times News

Gujarati News

દેશ માટે વેક્સિન નથી, જ્યારે બીજા દેશને વેચવામાં આવી

Files photo

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના રસી ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાઓ વિશે માહિતી પ્રદાન કરવા નિર્દેશ આપ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત બાયોટેક કોવૈક્સીનનું નિર્માણ કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ -૧૯ ની રસી મેળવવા માટે લાભાર્થીઓના વર્ગીકરણ પાછળનું કારણ સમજાવવા જણાવ્યું હતું.

પ્રથમ તબક્કામાં કોરોના રસી આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો માટે હતી. બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકો અને ૪૫ થી ૫૯ વર્ષની વયના લોકો અને જે પહેલેથી જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યાયાધીશ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે બંને સંસ્થાઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક’ વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે,

પરંતુ તેઓ આનો સંપૂર્ણ લાભ લેતા હોય તેવું લાગતું નથી. બેંચે કહ્યું કે, આપણે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા નથી. આપણે અન્ય દેશોને રસીનું દાનમાં આપી રહ્યા છીએ અથવા તેમનું વેચાણ કરી રહ્યા છીએ અને અમારા લોકોને રસી આપી રહ્યા નથી. તેથી આ મામલે જવાબદારી અને તાકીદની ભાવના હોવી જાેઈએ. કોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને ન્યાયાધીશ, કોર્ટના કર્મચારીઓ અને વકીલો સહિતનાને ફ્રન્ટલાઈન પર કામ કરતા કર્મચારીઓ તરીકે વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.