ફારૂક મન મૂકીને નાચ્યા, કેપ્ટનેે પણ ડાન્સ કર્યો
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા હંમેશા પોતાના આકરા વલણ અને રાજકીય નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ દિલ્હીમાં તેમનું એક અલગ જ રૂપ, એક અલગ જ અંદાજ જાેવા મળ્યો. મૂળે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારૂક અબ્દુલ્લા ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા જાેવા મળ્યા. આ ખાસ પ્રસંગે તેઓએ પોતાની સાથે કેપ્ટન અમરિંદર સિંહને પણ ડાન્સ કરવા મજબૂર કર્યા. બંને નેતાઓએ શમ્મી કપૂરના એક ફિલ્મના ગીત ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર તેની પર ડાન્સ કર્યો. ફારૂબ અબ્દુલ્લાનો ડાન્સનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ લગ્ન સમારોહ ગત સપ્તાહે નવી દિલ્હીમાં યોજાયો હતો.
કેપ્ટનની પૌત્રીનું નામ સહરઇંદર કૌર છે. આ પાર્ટીમાં અનેક જાણીતા નેતા સામેલ થયા હતા. વીડિયોમાં પહેલા ગુલાબી આંખે જાે તેરી દેખી ગીત પર ફારૂક અબ્દુલ્લા ડાન્સ કરી રહ્યા હતા. ત્યારબાદ આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે ગીત વાગ્યું તો ફારૂક કેપ્ટનને પણ પોતાની સાથે ખેંચી લાવ્યા. આ વીડિયોમાં અન્ય લોકો પણ ડાન્સ કરતાં જાેવા મળી રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો યૂઝર્સ ઉપરાંત કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના નેશનલ કન્વેનર સરલ પટેલે પણ શૅર કર્યો છે.
સરલ પટેલે લખ્યું છે, ફારૂક અબ્દુલ્લા અને કેપ્ટન અમરિંદર સિંહે સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. ફારૂક અબ્દુલ્લાની અનેક સર્જરી થઈ ચૂકી છે અને તેમની ઉંમર પણ ઘણી વધારે છે. તેમ છતાંય જે રીતે તેઓએ કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ડાન્સ કર્યો તેને જાેઈ ત્યાં હાજર દરેક મહેમાન તેમના પર આફરિન થઈ ગયા. કેપ્ટન અમરિંદર સિંહે પણ ફારૂકના ડાન્સ દરમિયાન પરિવારના કેટલાક લોકોને સાથ આપવા માટે બોલાવ્યા. તમામે તાળીઓ વગાડીને તેમનો ઉત્સાહ વધાર્યો. બંને નેતાઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.