Western Times News

Gujarati News

હવે બાળકોને સ્કૂલે પાછા બોલાવી લો : ટિ્‌વન્કલ ખન્ના

મુંબઈ: ટિ્‌વન્કલ ખન્ના બોલિવુડના કૂલ સેલેબ્સમાંથી એક છે. તે સોશિયલ મીડિયા પર ફની પોસ્ટ સિવાય પરિવાર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છો. જેમાં તેની દીકરી નિતારા બેડ પર કૂદકા મારતી જાેવા મળી રહી છે. જ્યારે ટિ્‌વન્કલ લેપટોપમાં કામ કરી રહી છે. વીડિયોમાં તે નિતારાને કહી રહી છે કે, ‘તારે હવે કોઈ ક્લાસ નથી. તેમ છતા નિતારા જવાબ આપ્યા વગર કૂદકાં મારતી રહે છે. વીડિયોની સાથે ટિ્‌વન્કલે લખ્યું છે કે, શું આ પૂરતું નહોતું કે પાડોશીઓએ પણ હવે દિવાલ પર ડ્રિલિંગ કરવાનું શરુ કરી દીધું છે. મારે મારા બેડ પર જિમનાસ્ટિક અને એક હલી રહેલા લેપટોપની સાથે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

શું સ્કૂલ પ્લીઝ આ લોકોને પરત બોલાવી શકો છો?. ટિ્‌વન્કલ ખન્નાની આ પોસ્ટ પર દીપશિખા દેશમુખ, નમ્રતા શિરોડકર, હુમા કુરેશી તેમજ જયા ભાટિયા સહિતના કેટલાક સેલેબ્સનું રિએક્શન સામે આવ્યું છે. તો લેખક અને એક્ટર આયુષ્માન ખુરાનાની પત્નીએ લખ્યું છે કે, હાહાહા હું આ સાથે રિલેટ કરી શકું છું…બમણાથી પણ વધારે? તાહિરાની આ કોમેન્ટ પરથી લાગે છે કે, તે પણ એક વર્ષથી બાળકોને ઘરે સંભાળીને થાકી ગઈ છે.

ટિ્‌વન્કલ ખન્ના એક સારી વાંચક છે તે વાત તેના ફેન્સ સારી રીતે જાણે છે. તેણે પોતાની આ સારી ટેવ દીકરી નિતારાને પણ આપી છે. થોડા દિવસ પહેલા, એક્ટ્રેસે નિતારા સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી હતી. જેની સાથે તેણે લખ્યું હતું કે, ”તારી પાસે રોજ ૨૫ પેજ વાંચવાનો ક્વોટા છે, એટલે મારે પણ છે’ તેણે પૂછ્યું ‘પરંતુ મમ્મી તને કોણે ક્વોટા આપ્યો?’.

‘પુખ્ત વયના હોવું તે સૌથી અઘરું છે. તમારે તમારી જાતને ટાસ્ક આપવા પડે છે અને ખાતરી કરવી પડે છે કે તમે તેની સાથે વળગેલા રહેશો’. બ્રથ કરેલા દાંત અને ઓળ્યા વગરના વાળ સાથે અમે શક્ય એટલી શ્રેષ્ઠ રીતે અમારા સવારની શરુઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.