અંકલેશ્વર વિસ્તાર માંથી દંપતીને ૨.૫૫ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી ભરૂચ SOG
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વર વિસ્તાર માંથી વનસ્પતિજન્ય માદક પ્રદાર્થના જથ્થા સાથે દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા,ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુકત પ્રદાર્થોનું વેચાણ અટકાવવા માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ભરૂચ એસ.ઓ.જી પોલીસના પી.આઈ કે.ડી મંડોરા,પો.સ.ઈ એમ.આર.શકોરિયાના માર્ગદર્શન મુજબ ટીમના માણસો ચાર્ટર મુજબની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા.
તે દરમ્યાન હે.કો અનિરુદ્ધસિંહને બાતમી મળેલ કે અંકલેશ્વર વિસ્તારમાં ડેપો તરફ થી સ્ટેશન તરફ જતાં રોડ ઉપર એક શખ્સ કાળા કલરની એકસેસ ટુ વ્હીલર ગાડી પર ગાંજો લઈને આવનાર છે.જે ચોકકસ બાતમીનાં આધારે પોલીસ ઈન્સપેકટર એફ.કે.જોગલ અને એસ.ઓ.જી ની ટીમે એકસેસ ટુ વ્હીલર પર સવાર (૧) સિરાજ સાદીક શેખ (૨) રસીદાબાનું સિરાજ સાદીક શેખ બંને રહે.
અદનાન એપાર્ટમેન્ટ,ભાટવાડ સુરતી ભાગોળ,અંકલેશ્વરને ટુ વ્હીલરની તલાશી લેતા ગાડીની ડીકી માંથી ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પ્રદાર્થ ગાંજાનો કુલ ૨ કિલો ૫૫ ગ્રામ જેટલો જથ્થો મળી આવતા જેની કિંમત રૂપિયા ૧૨,૩૩૦ સાથે મોબાઈલ તથા ગાડી મળી કુલ કિંમત રૂપિયા ૮૭,૩૩૦ ના મુદ્દામાલ સાથે ભરૂચ એસ.ઓ.જી એ ઝડપી પાડી બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ગુનો નોંધી આગળની તજવીજ હાથધરી છે.