સુશાંત ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ, રિયા સહિત ૩૩ આરોપીઓનાં નામ
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ હજુ સંપૂર્ણ રીતે ઠંડો નથી પડ્યો. આ કેસની તપાસ સતત ચાલુ છે અને આજે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો ડ્રગ્સ કનેક્શન કેસમાં (કેસ નંબર ૧૬/૨૦) કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. એનસીબી ચીફ સમીર વાનખેડે અદાલતમાં જાતે ચાર્જશીટ દાખલ કરવા જશે. મહત્વનું છે કે આને એનસીબીની ભાષામાં કમ્પ્લેન્ટ કહેવાય છે અને પોલીસની ભાષામાં ચાર્જશીટ.
અનેક હજાર પેજ (૩૦ હજાર પેજથી વધુ)ની ચાર્જશીટ એનસીબી આજે કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. ૧૨ હજાર પેજની હાર્ડ કૉપી અને સીડીમાં પુરાવા આપવામાં આવ્યા એનસીબી મુંબઇ યૂનિટ બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલે આજે પહેલીવાર કોર્ટમાં દાખલ કરવા જઇ રહી છે. મહત્વનું છે કે સુશાંત કેસની તપાસ દરમિયાન ઇડીએ ડ્રગ્સ સાથે સંકળાયેલી ચેટ મળી હતી ત્યાર બાદ ઈડ્ઢએ તે ચેટ દ્ગઝ્રમ્ને સોંપી હતી.
ત્યાર બાદ આ કેસમાં એનસીબીની એન્ટ્રી થઇ અને તપાસ ઝડપથી આગળ વધી.
એનસીબીની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ ૩૩ લોકોના નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડા અને ક્ષિતિજ પ્રસાદના નામ છે. આ ઉપરાંત, રિયાના નજીકના અને અનેક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. આ બધાની દ્ગઝ્રમ્એ ધરપકડ કરી હતી. ડ્રગ્સની જપ્તી અને જપ્ત થયેલા ઇલેક્ટ્રિક સાધનોનો રિપોર્ટ ફોરેન્સિક સાક્ષીઓના નિવેદનોના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.