Western Times News

Gujarati News

સોલામાં ૧૦ કિલોમીટરના વિસ્તારમાં મરઘા કે ઇંડા વેચવા પર પ્રતિબંધ

Files photo

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધા છે. શહેરમાં બર્ડ ફ્લૂની દહેશતને પગલે પશુપાલન વિભાગ દ્વારા પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ ભોપાલની લેબ ખાતે મોકલાયા હતા. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સોલાના એક વિસ્તારમાંથી લેવામાં આવેલા પક્ષીઓના સેમ્પલમાંથી બે પક્ષીઓનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં પશુપાલન વિભાગ દોડતું થયું છે. પશુપાલન વિભાગે પ્રભાવિત વિસ્તારમાં કામગીરી શરૂ દીધી છે. ઉલ્લેખનીય છે કે ખોરાક અને પાણીના કારણે અન્ય પક્ષીઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાઈ શકે છે. આ કારણે સંક્રમણ વધવાની ખૂબ શક્યતા રહેલી છે. જેને પગલે અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

અમદાવાદના સોલાના દેવીપૂજક વાસમાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક કિલોમીટરના અંતરમાં મરઘાં કેટલા છે તેનો સર્વે કરવામાં આવ્યો છે. જાેકે, આ વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મ નથી આવેલા પરંતુ જાે કોઈના ઘરમાં મરઘાં હશે તેનો નિયમ પ્રમાણે નાશ કરવામાં આવશે. સાથે જ સોલાના દેવીપૂજક વાસમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ઇંડા કે મરઘા વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

જે વિસ્તરમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હોય ત્યાં નિયમ પ્રમાણે એક કિલોમીટરમાં મરઘાઓને તાત્કાલિક આર. આર. ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે કિલિંગ કરવામાં આવે છે. તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મરઘાને વૈજ્ઞાનિક ઢબે મારીને તેમના ઈંડા અને ખોરાકનો નાશ કરી પંચનામું કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મરઘાં જે જગ્યા પર રાખવામાં આવે છે તેને જંતુમુક્ત કરવામાં આવે છે.

અહેવાલ પ્રમાણે સોલા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર (ઘરોમાં જ ઉછેર કરવામાં આવતા હતા)માંથી ૧૦ મરઘાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેમાંથી બે મરધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તંત્રએ આ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જે જગ્યાએથી સેમ્પલ પોઝિટિવ આવ્યા છે તેના એક કિલોમીટરના વિસ્તારમાં મરઘાનો નાશ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.