કોંગ્રેસની વિચારધારા સાથે જાેડાયેલા તમામને અમે પાર્ટીમાં સ્વીકારીશું : ભરત સોલંકી
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જાેડાયેલા તમામને અમે સ્વીકારીશું. હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ ર્નિણય લેશે. હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. ભૂતકાળને ભૂલી હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ ર્નિણય લેશે.
મહારાષ્ટ્રની સરકારનો દાખલો આપતાં ભરતસિંહ કહ્યુ કે, બાલા સાહેબ ઠાકરેની શિવસેના અને કાંગ્રેસ કામય આમને સામને હોય, આજે સાથે મળીને કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચલાવે છે. દેશમાં ભાજપ આજે નાગરિક પ્રજાના હકને ખતમ કરે છે. તેમ ભાજપ હાલમાં હિન્દુને નુકશાન કરે છે. ગુલામ બનાવવાની દિશામાં લઈ જાય છે. તેવાના કોંગ્રેસ લોકશાહી કઈ રીતે બચે તે માટે આગળ વધી રહી છે
તે માટે શંકરસિંહ કોંગ્રેસમાં જાેડાય તો આવકારીએ છીએ. જેનો છેલ્લો ર્નિણય હાઇ કમાન્ડ કરશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ ભાજપે લોભ લાલચ પૈસા અને ચુંટણી પંચનો દુર ઉપયોગ કરી જીતી હોવાનો આક્ષેપ ભરતસિંહ સોલંકીએ કર્યો. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ૨૦૧૫ માં જનતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો અને કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો. જાેકે કમનસીબે ૨૦૨૧ ની ચૂંટણીમાં અનેક પરીબળોએ કામ કર્યું.
ભાજપ પૈસા લોભ લાલચ વગેરેનો ઉપયોગ કરી જીત્યા.મતદાનમાં ગત વખત કરતા થોડા ઓછા મત મળ્યા. પણ ધીમેં ધીમે ભાજપનું જે રાજ છે તેના કારણે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ જઈ રહ્યો છે. ૪૦ ટકા મતદાન થયું. જેમાં ૭૫ ટકા મત ભાજપ વિરુદ્ધ પડ્યા છે. ઉત્તમ ડેમોક્રેસી કોને કહેવાય. જેમાં ૧૦૦ ટકા મતદાન થાય અને પછી સત્તાધારી પક્ષનો ર્નિણય થાય. સમાજની દૂર દશા માટે થોડા નકામા તત્વો એકલા જવાબદાર નથી પણ સારા લોકો, ભલા લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે. જે લોકો મતદાન કરવા નથી જતા જાે વધુ મતદાન થયું હોત તો તે મત કોંગ્રેસને મળ્યા હોત. ચૂંટણીની પ્રક્રિયામાં ટીકીટ વહેચણીના જે વિવાદની વાત કરી રહ્યા છો તે કોંગ્રેસ પરિવારની વાત છે તે ચર્ચા કરીશું.