ચાર વેક્સિનને મંજૂરી આપનારો કેનેડા પ્રથમ દેશ
કેનેડા: કેનેડાએ જાેનસન એન્ડ જાેનસનની રસીના ઉપયોગને પરવાનગી આપી છે તેની ખાસ વાત એ છે કે આના બે ડોઝની જગ્યાએ એક જ ડોઝની જરુર રહેશે. જે કોરોના સામે લગવા સક્ષમ છે. રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે કેનેડા હેલ્થ રેગૂલેટરે હજું સુધી ૪ કોરોના રસીને મંજૂરી આપી છે. ચીફ મેડિકલ એડવાઈઝર ડો. સુપ્રિયા શર્મીએ જણાવ્યું કે આમાં ફાઈઝર, મૉર્ડર્ના અને એસ્ટ્રાજેનેકાની કોરોના રસીના સામેલ છે.
કેનેડા એવો પહેલો દેશ બન્યો જેણે ૪ અલગ અલગ રસીના ઉપયોગને પરવાનગી આપી છે. ઉલ્લેખનીય છે કે અનેક અન્ય દેશોની જેમ કેનેડામાં પણ રસીના લોકલ ઉત્પાદન નહીં થવાથી ચાલતા રસીકરણમાં રસીની અછતનો સામનો કરવો પડ્યો હતો. પીએમ જસ્ટિન ટ્રૂડોએ ટ્વીટ કરતા કહ્યું કે, આ ચૌથી રસી છે જેને કેનેડાના હેલ્થ એક્સપર્ટ્સે સુરક્ષિત ગણાવી છે. પહેલા જ લાખ ડોઝ તૈયાર છે અને અમે વાયરસને પહોંચી વળવા એક ડગલુ પાછળ છીએ.
ઉલ્લેખનીય છે કે આ રસીના રિપોર્ટ મુજબ ૨૯ દિવસની અંદર ૯૦ ટકા વોલેન્ટિયર્સના શરીરમાં ઈમ્યુન પ્રોટીન બન્યુ જેને ન્યૂટ્રિલાઈજિંગ એન્ટીર્બોડી કહેવામાં આવે છે. જેણે ૫૭ દિવસની અંદર તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડી જનરેટ કરી. ટ્રાયલના પૂરા ૭૧ દિવસ સુધી ઈમ્યૂન પર તેની અસર જાેવા મળી. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ પ્રોગ્રામ શરુ થઈ ચૂક્યો છે. આ અભિયાનમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૈક્સીન લગાવવામાં આવી રહી છે. જેમાં ઓછામાં ઓછા ૧૪ દિવસના અંતર પર રસીના ૨ શોર્ટસ આપવામાં આવશે.