અભિનેતા દલકરે ગાડી ચલાવતા ટ્રાફિક રૂલ તોડ્યો
સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો સ્ટાર એવો એક્ટર દલકર સલમાન હાલમાં જ કેરળમાં એક બ્લૂ કારમાં જાેવા મળ્યો હતો. પરંતુ, હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક્ટર દલકર સલમાન રસ્તા પર ખોટી દિશામાં એટલે કે રોંગ સાઈડમાં ગાડી ડ્રાઈવ કરતો જાેવા મળ્યો હતો. જ્યારે પોલીસ ઓફિસરે જાેયું કે એક્ટર દલકર સલમાન ખોટી સાઈડમાં સિગ્નલની રાહ જાેઈ રહ્યો છે
ત્યારે પોલીસવાળો તેની પાસે જઈ પહોંચ્યો અને એક્ટરની ગાડીને પાછી વાળવાનું કહ્યું. આ વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે બે યુવાન છોકરા એક્ટર દલકર સલમાનની કારને ફૉલો કરે છે અને સમગ્ર ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરે છે. એક્ટર દલકર સલમાન મોંઘી કારનો શોખીન છે, તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં પણ ગાડીઓ માટેનો તેનો પ્રેમ જાેવા મળે છે. એક્ટર દલકર સલમાન ઘણીવખત કેરળમાં મોંઘીદાટ ગાડીઓની સાથે જાેવા મળે છે. હવે જે લેટેસ્ટ ફોટો જાેવા મળી રહ્યો છે તેમાં એક્ટર દલકર સલમાન ખોટી સાઈડ પર સિગ્નલ ખુલવાની રાહ જાેતો જાેવા મળી રહ્યો છે.
પોલીસ ઓફિસર ત્યાં તેની ગાડી પાસે પહોંચે છે અને તેને નિયમોનું પાલન કરવાનું કહે છે. ત્યારબાદ એક્ટર દલકર સલમાન ગાડીને રિવર્સ બેક એટલે કે પાછી વાળે છે અને રાઈટ સાઈડમાં આવી જાય છે. અહીં નોંધનીય છે કે એક્ટર દલકર સલમાન જાણીતો મલયાલી અભિનેતા છે અને તેણે કેટલીક હિન્દી ફિલ્મ્સમાં પણ એક્ટિંગ કરી છે. દલકર સલમાને જે હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં કારવાં, ધ ઝોયા ફેક્ટર’નો સમાવેશ થાય છે. અહીં નોંધનીય છે કે એક્ટર દલકર સલમાનના પિતા મમ્મૂટી પ્રખ્યાત મલયાલમ અભિનેતા છે.ટ્રાફિક રૂલ તોડ્યો