સ્પ્લિટ્સવિલા ફેમ રણવિજય સિંઘા બીજીવાર પિતા બનશે
રોડીઝ અને સ્પ્લિટ્સવિલા જેવા શોથી લોકપ્રિયા થયેલો રણવિજય સિંઘા બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે. રણવિજય અને પત્ની પ્રિયંકા સિંઘાના ઘરે ટૂંક સમયમાં જ બીજા બાળકનો જન્મ થવાનો છે. રણવિજયે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સુંદર ફેમિલી ફોટોગ્રાફ શેર કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. પત્ની પ્રિયંકા, દીકરી કાયનાતની સાથે તસવીર શેર કરતાં રણવિજયે લખ્યું, તમને ત્રણેયને ખૂબ મિસ કરું છું. રણવિજયની આ પોસ્ટ પર નેહા ધૂપિયાએ કોમેન્ટ કરતાં લખ્યું,
‘રણ, પ્રિયંકા અને કાઈ અભિનંદન. રોડીઝના કો-હોસ્ટ રઘુએ કોમેન્ટ કરીને લખ્યું, તમને ચારેયને અઢળક પ્રેમ. આ ઉપરાંત કનિકા કપૂર, દિવ્યા અગ્રવાલ, સમયુક્તા હેગડે, વરુણ સૂદ વગેરે સેલેબ્સે કોમેન્ટ કરીને કપલ અને કાયનાતને અભિનંદન પાઠવ્યા છે. રણવિજયની પોસ્ટનો જવાબ આપતી પોસ્ટ પ્રિયંકા સિંઘાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકી છે. પ્રિયંકાએ દીકરી સાથેનો એક વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તે ત્રણેય પર રણવિજયને યાદ કરી રહ્યા છે. ડેડી અમે ત્રણેય તને મિસ કરીએ છીએ. તને મળવા માટે રાહ નથી જાેઈ શકતા..સતનામ વાહેગુરુ. જણાવી દઈએ કે, રણવિજય અને પ્રિયંકાએ ૨૦૧૪માં લગ્ન કર્યા હતા.
ત્રણ વર્ષ બાદ એટલે કે ૨૦૧૭માં તેમની દીકરી કાયનાતનો જન્મ થયો હતો. કાયનાત સોશિયલ મીડિયા પર ખાસ્સું ફેન ફોલોઈંગ ધરાવે છે. તેનું પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, જે તેના પેરેન્ટ્સ હેન્ડલ કરે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, રણવિજય સની લિયોની સાથે સ્પ્લિટ્સવિલા ૧૩ હોસ્ટ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ રણવિજયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ શો ૬ માર્ચથી શરૂ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, વર્ષો પહેલા જ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકીને રણવિજયે પોતાની કેડી કંડારી દીધી હતી. એક ઈન્ટરવ્યૂમાં રણવિજયે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે હું એવા પરિવારમાંથી આવું છે જેણે લગભગ ૧૦૦ વર્ષ સુધી દેશની સેવા કરી છે. જાે હું આર્મીમાં જાેડાયો હોત તો અમારા પરિવારની છઠ્ઠી પેઢી દેશ સેવા કાજે જાેડાઈ હોત.