Western Times News

Gujarati News

પાર્થ ટીવીની દુનિયામાં હવે પાછો નથી આવવા માગતો

મુંબઈ: છેલ્લે કસૌટી જિંદગી કી ૨માં જાેવા મળેલો પાર્થ સમથાન હંમેશા પોતાના પર્ફોર્મન્સથી ધ્યાન આકર્ષિક કરવામાં સફળ રહ્યો છે. જાે કે, એક્ટર હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સિમિત રાખવા માગે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની એક્સક્લુઝિવ ચેટમાં એક્ટરે તેના અપકમિંગ પ્રોજેક્ટ, ફિટનેસ અને અન્ય મુદ્દા પર વાતચીત કરી હતી. વેબ સીરિઝ, મ્યૂઝિક વીડિયો અને બોલિવુડ પ્રોજેક્ટમાં પાર્થ સમથાન વ્યસ્ત છે. ત્યારે શું તે ટીવીની દુનિયામાં પાછો આવશે? ‘હાલ તો હું અલગ-અલગ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છું.

હાલ પૂરતું મારા મગજમાં ટેલિવિઝનની દુનિયામાં પાછા આવીને કામ કરવા અંગે કોઈ પ્લાનિંગ નથી’, તેમ એક્ટરે કહ્યું. એક્ટિંગ સ્કિલ સિવાય પાર્થ સમથાને સોશિયલ મીડિયા પર સારા લૂક્સ અને બોડીને કારણે ધ્યાન આકર્ષિત કર્યું છે. એક્ટરર ક્યારેય પણ ફિટનેસ મંત્રને ભૂલતો નથી અને ચુસ્તરીતે ડાયટ પણ ફોલો કરે છે. તેણે કહ્યું, ‘માત્ર મારા માટે જ નહીં પરંતુ દરેક માટે ફિટનેસ એ હેલ્ધી લાઈફસ્ટાઈલનો ભાગ છે.

મેં ઘણા બધા લોકોને ફિટ બોડી મેળવવા માટે તેમ કરતાં જાેયા છે. હું મારા ફિટનેસને લઈને ગંભીર છું કારણ કે હું મારી જાતને વધારે સારી બનાવવા માગુ છું. લૂકના બાબતે હું મારી સરખામણી કોઈની સાથે કરતો નથી. મને વર્કઆઉટ કરવું ગમે છે. વર્કઆઉટ સિવાય હું ડાયટ પણ ફોલો કરું છું. એક્ટર હેલ્ધી રહેવા માટે ખરેખર કપરી મહેનત કરી રહ્યો છે અને તેથી જ તેણે ફેન્સને બર્થ ડે કેક ન મોકલવાની વિનંતી કરી છે.

પાર્થ ૧૧મી માર્ચે બર્થે ડે મનાવવાનો છે. તેણે કહ્યું, બર્થ ડે ગિફ્ટ અને કેક આવવાનું શરુ થઈ ગયું છે. હું ડાયટ પર હોવાથી કેક ખાઈ શકું તેમ નથી. તેથી મેં ફેન્સને કેક ન મોકલવાની વિનંતી કરી છે. હકીકતમાં, તેઓ કેક ગરીબ બાળકોને આપે તેમ હું ઈચ્છું છું. કોવિડ-૧૯ સામે હજુ આપણે લડી રહ્યા છીએ અને મહારાષ્ટ્રમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. હું મારા ફ્રેન્ડ્‌સ સાથે ગોવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. હું મારા ફ્રેન્ડ્‌સ સાથે સેલિબ્રેશન કરવા માગુ છું. સુરક્ષિત અને હેલ્ધી રહેવું વધારે જરુરી છે. હાલમાં હું મારી મમ્મીને મળવા માટે પૂણે ગયો હતો અને ખબર પડી કે ત્યાં રેસ્ટોરાં રાતે બંધ થઈ જાય છે. સેલિબ્રેશન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે’, તેમ તેણે કહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.