સોમાલિયામાં આત્મધાતી હુમલો ૨૦થી વધુના મોત નિપજયાં
મોગાદિશુ: આફ્રિકી દેશ સોમાલિયાના પાટનગર મોગાદિશુ ગઇકાલે મોડી રાતે એક આત્મધાતી કાર બોંબ વિસ્ફોટમાં ધ્રુજી ઉઠયુ હતું. મોગાદિશુના બંદરગાહની પાસે એક રેસ્તરાંની બહાર થયેલ બોંબ હુમલામાં ૨૦થી વધુ લોકોના મોત નિપજયા છે જયારે ૩૦થી વધુ લોકોને ઇજા થઇ છે.ઇજા પામેલાઓમાંથી અનેકની હાલ ગંભીર બનેલ છે. આતાતકાલીન સેવાના એક અધિકારીએ આજે સવારે આ ઘટનાની માહિતી આપી હતી.
રિપોર્ટ અનુસાર રાજધાનીમાં રેસ્તરાંની બહાર કાર બોંબ વિસ્ફોટ બાદ આસમાનમાં ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહયં હતાં વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસની અનેક ઇમારતોની બાકીના કાચ તુટી ગયા હતાં વિસ્ફોટ બાદ ગોળીબાર પણ થયા આમીન એમ્બ્યુલન્સ સર્વિસના સંસ્થાપક ડો અબ્દુલ કાદિર અદને કહ્યું કે વિસ્ફોટ વાળી જગ્યાએથી ૨૦ શબ કબજે કરવામાં આવ્યા છે અને ૩૦થી વધુ ઇજા પામેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાના સમયે ત્યાં હાજર લોકોએ કહ્યું કે બંદરગાહની પાસે આવેલ લ્યુલ યમની રેસ્તરાંની બહાર વિસ્ફોટ થયો ઘટના સ્થળની નજીક જ રહેનારા નિવાસી અહમદ અબ્દુલ્લાહીએ કહ્યું કે લ્યુલ યમની રેસ્તરાંની બહાર એક તેજ ગતિથી આવી રહેલ કારમાં વિસ્ફોટ થયો હતો હું રેસ્તરાંમાં જઇ રહ્યો હતો પરંતુ જયારે વિસ્ફોટ થયો તો હું ત્યાંથી સુરક્ષિત બહાર નિકળી ગયો વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઇ ગયો હતો.
સોમાલિયા સરકારના નિયંત્રણ વાળા રેડિયો મોગાદિશુના રિપોર્ટ અનુસાર વિસ્ફોટવાળી જગ્યા પર સંપત્તિઓેને પણ ભારે નુકસાન થયું છે હાલ પોલીસે વિસ્તારની ધેરાબંધી કરી છે અત્યાર સુધી કોઇ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી ઇસ્લામી આતંકવાદી સંગઠન અલ શબાબ સતત સોમાલિયા અને અન્ય જગ્યાઓ પર આ રીતના બોંબ વિસ્ફોટને પરિણામ આપે છે. આતંકી સગઠનનો હેતુ આફ્રીકી દેશની કેન્દ્ર સરકારને ખતમ કરી પોતાનું અભિયાનને સફળ બનાવવાનું છે.