ડ્રગ્સ મામલામાં ફસાયેલી મમતા કુલકર્ણીની એફઆઇઆર રદ માંગ
મુંબઇ: બોલીવુડની જાણીતા અભિનેત્રા મમતા કુલકર્ણી પર ખુબ દિવસોથી મુસીબતો છવાયેલી છે તે લાંબા સમયથી ડ્રગ્સ મામલાના કારણે ચર્ચામાં બનેલ છે. મમતાના પર અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે અને લગભગ પાંચ વર્ષથી તે કોર્ટના ચકકર કાપી રહી છે જેને કારણે તે ખુબ પરેશાન થઇ ચુકી છે. આવામાં અભિનેત્રીએ બોમ્બે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં કેસને પાછા લેવાની વાત કહેવામાં આવી છે.
અભિનેત્રી મમતા કુલક્ણી ખુબ સમયથી કેન્યામાં છે આવામાં તેણે પોતાના વકીલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરાવી છે આ અરજીમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસ પર અનેક પ્રશ્ન ઉઠાવાયા છે મમતાના વકીલનું કહેવું છે કેટલાક નિવેદનોના આધાર પર જ અભિનેત્રીની વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.તેની વિરૂધ્ધ કોઇ પણ રીતના કોઇ પુરાવા મળ્યા નથી આવામાં તેને જાણી જાેઇને ફસાવવામાં આવી રહી છે વકીલનું કહેવુ છે કે ચાર્જશીટમાં વિક્કી ગોસ્વામીને આરોપી બતાવવામાં આવ્યા છે અને એક સમયમાં મમતાનું તેની સાથે કનેકશન હતું આજ કારણ છે કે તેને ફસાવવામાં આવી રહી છે.
એ યાદ રહે કે વર્ષ ૨૦૧૬માં થાણે પોલીસે અભિનેત્રીની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો હતો કહેવાય છે કે ૧૨ એપ્રિલ ૨૦૧૬માં પોલીસે બે સફેદ ગાડીઓને રોકી હતી ચેકીંગ દરમિયાન કારમાં એફેડ્રિન પાઉડર મળ્યો હતો આ સાથે કાર ડ્રાઇવર મુયર અને સાગરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સતત તેમની પુછપરછ કરવામાં આવી હતી મામલામા ંતપાસ આગળ વધારવા પર ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૭ લોકોના નામ વોન્ટેડની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે જેમાં મમતાનું નામ ટોપ પર છે.