જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૨ જેટલા આસામીઓની મિલ્કતો સીલ કરી
જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતદારોને અનેકવાર મિલ્કત વેરો ભરવા નોટીસ ફટકારી હોવા છતા કેટલાક મિલકતદારો દ્વારા વેરો સમયસર ભરવામાં ન આવતા મહાનગરપાલિકા દ્વારા મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૨ જેટલા મિલકતદારોની મિલકતોને સીલ કરવામાં આવતા મિલકતોના માલિક દ્વારા પોતાની મિલકતને લગાવવા આવેલ સીલ ખોલાવવા પોતાની વગનો ઉપયોગ શરૂ કર્યો હતો. જ્યારે અમુક મિલકતદારો દ્વારા પોતાની જવાબદારી સમજીને મહાનગરપાલિકામાં મિલકત વેરો ભરીને સરકારી તિજાેરીને આવક કરાવી હતી.
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ત્યારે મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મિલકતદારોને મિલકતવેરો ભરવા માટેનું જણાવવામાં આવતા કેટલાક મિલ્કતદારો દ્વારા પોતાની જવાબદારી સમજીને મિલકતવેરો ભરી દીધો છે. જ્યારે અમુક મિલ્કતદારોને અનેક વખત નોટીસ આપવા છતા વેરો ભરવામાં ન આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ તેમજ કર્મચારીઓ દ્વારા જે મિલકતનો વેરો બાકી હોય તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં મહાનગરપાલિકા દ્વારા ૧૨ જેટલી મિલ્કતો સીલ કરી દેવામાં આવતા મિલ્કતદારો પોતાની મિલ્કતને લાગેલ સીલ ખોલાવવા એડીચોટી સુધીનું જાેર લગાવ્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે મિલ્કતદારોની મિલ્કત સીલ કરવામાં આવી છે. તેઓ દ્વારા પોતાની મિલ્કતોને લાગેલ સીલ ખોલાવવા પોતાના મળતિયા લોકોને ફોન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર દબાણ કર્યું હતું તો કેટલાક મિલ્કતદારો દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજીને નોટીસ સમય પૂર્ણ થાય તે પહેલા પોતાની મિલ્કતનો વેરો ભરી દીધો હતો.