Western Times News

Gujarati News

ઘોડાસર જંકશન પર રૂા.૭ર કરોડના ખર્ચથી ફલાય ઓવર તૈયાર થશે

Files photo

નારોલ-નરોડા હાઈવેના સૌથી વ્યસ્ત જંકશન પર ફલાય ઓવરનું કામ ર૬ મહિનામાં પૂર્ણ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ના બજેટમાં ર૦ સ્થળેે ફલાયઓવર બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. રાજયસરકારે પ્રાથમિકતાના ધોરણે સાત ફલાય ઓવર તૈયાર કરવા માટે મનપાને મંજુરી આપી દીધી છે. સરકારની લીલીઝંડી બાદ મનપા દ્વારા નવા ફલાયઓવર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પૈકી નારોલ- નરોડા રોડ ઉપરના સૌથી વધુ ટ્રાફિક ભારણવાળા ઘોડાસર જંકશન પર ફલાયઓવર માટે ટેન્ડર મજુંર થઈ ગયા છે. તથા એકાદ મહિનામાં જ ઘોડાસર જંકશન પર નવા ફલાયઓવરનુું કામ શરૂ થઈ જશે.

સ્માર્ટસીટી અમદાવાદમા વધી રહેલા ટ્રાફિક ભારણને હળવો કરવા મટો નાના-મોટા જંકશનો પર ફલાય ઓવર અથવા અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એક દાયકા અગાઉ ટ્રાફિક ભારણના આધારે ફલાયઓવર બનાવવા માટે સર્વે કરાવ્યો હતો. જેમાં ફેઝ-૧માં સુચવ્યા અનુસારના ફલાયઓવર તૈયાર થઈ ગયા છે. જ્યારે તંત્ર દ્વારા ગત વરસે ટ્રાફિકની દિશાને ધ્યાનમાં રાખીને ફલાયઓવર માટે સર્વે કરાવ્યો હતો. જેના આધારે ફલાયઓવર કે અંડરપાસે બનાવવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ર૦ર૦-ર૧ ના બજેટમાં ર૦ ફલાયઓવર માટે જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે પ્રાથમિક તબક્કે રૂા.૩૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા.

રાજય સરકારે ર૦ ફલાયઓવર પૈકી સાત માટે મંજુરી આપી છે. જેમાં ઘોડાસર જંકશન, પલ્લવ જંકશન અને સતાધાર મુખ્ય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘોડાસર અને પલ્લવ જંકશન માટે ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા હતા. જે પૈકી ઘોડાસર જંકશન ખાતે રૂા.૭૮.રપ કરોડના ખર્ચથી ફલાય ઓવર તૈયાર કરવાનો અંદાજ બનાવવામાં આવ્યો હતો. જે અર્તર્ગત તંત્ર દ્વારા જાહેર કરરેલા રૂા.૭ર.૩ર કરોડના ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સુત્રોએ જણાવ્યા અનુસાર ઈસનપુરથી જશોદાનગર તરફ જતા બીઆરટીએસ કોરીડોરની સમાંતર બંન્નેે ટુ લેન (ર ર)નો સ્પ્લીટ ફલાય ઓવર બનાવવામાં આવશે. જશોદાનગર તરફ બ્રિજની લબાઈ ૯૪ર.૬૮ મીટર જયારે ઈસનપુર તરફ બ્રિજની લંબાઈ ૯પ૦.પ૮ મીટર રહેશે. બ્રિજની પહોળાઈ ૮.પ૦ મીટર ૮.પ૦ મીટર રહેશે. જેમાં ૭.પ૦ ક્લિયર કેરેજ-વેની પહોળાઈ તથા ૦.પ૦ મીટર બંન્ને તરફ કેશ વોરીયર હશે.

મ્યુનિસિપલ બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પલ્લવ અને પ્રગતિનગર જંકશન ફલાય ઓવર માટે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જયારે વસ્ત્રાપુર રેલ્વે લાઈન પર રૂા.ર.૮પ કરોડના ખર્ચથી અંડરપાસ બનાવવા માટે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હાલ શહેેરમાં ચાર સ્થળે ફલાયઓવર અને ચાર રેલ્વે ઓવરબ્રિજના કામ ચાલી રહયા છે. જેમાં રાજેન્દ્રપાર્ક જંકશન ખાતે રૂા.૭૦.૬૮ કરોડ , અજીતમીલ જંકશન ખાતે રૂા.પ૦.૩૦ કરોડ, વિરાટનગર જંકશન પાસે રૂા.૪પ.૩૮ કરોડ તેમજ વિનોબાભાવે-વિવેકાનંદનગર પાસે રૂા.ર૪.૬૭ કરોડના ખર્ચથી ફલાય ઓવરના નિર્માણ થઈ રહ્યા છે.

જ્યારે નરોડા રેલ્વે-ક્રોસ્િાીંગ પર રૂા.૮૯.ર૩ કરોડ, અમદાવાદ-વિરમગામ રેલ્વે લાઈન પર સિમ્સ હોસ્પીટલ પાસ ઓવરબ્રિજ રૂા.પ૯.૦૪ કરોડ, ખોખરા રેલ્વે બ્રિજ રૂા.૩ર.૩૯ કરોડ તથા ચેનપુરથી જગતપુરને જાેડતા રેલ્વે ઓવરબ્રિજ માટે રૂા.૬૬.૭૦ કરોડનો ખર્ચ થશે. ચાંદલોડીયાથી ખોડીયાર રેલ્વે સ્ટેશન સુધી રૂા.૭.૯પ કરોડના ખર્ચથી નિર્માણ થઈ રહ્યુ છે. જ્યારે મુખ્યમંત્રીના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવલા વિવેકાનંદનગર રીવરબ્રિજનંુ કામ પણ શરૂ થઈ ગયુ હોવાનું સુત્રોએ વધુમા જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.