મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી
ભારત સામે ચોથી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેંડની ટીમની મજાક ઉડાવતુ ટવિટ કરનાર ઈંગ્લેંડની જ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.
મહિલા ક્રિકેટર એલેક્સ હાર્ટલીએ ખુલાસો કરતા કહ્યુ હતુ કે ડે નાઈટ ટેસ્ટમાં બે જ દિવસમાં ઈંગ્લેંડની ટીમ 10 વિકેટથી હારી ગઈ હતી અને એ પછી મને ટાર્ગેટ કરવામાં આવી હતી.
મામલો એવો છે કે, ત્રીજી ટેસ્ટમાં હાર બાદ એલેક્સે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ઈંગ્લેડની પુરુષ ટીમે આજે મહિલા ટીમ રમે તે પહેલા જ મેચ પુરી કરી દીધી છે તે જોઈને સારુ લાગે છે.
બીજી તરફ ઈંગ્લેન્ડના કેટલાક ક્રિકેટરોએ આ ટ્વિટને નિરાશાજનક ગણાવ્યુ હતુ.આ સંદર્ભમાં એલેક્સ હાર્ટલીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, મારા ટ્વિટને લઈને ગેરસમજ થઈ છે.
ઘણાને એવુ લાગ્યુ હતુ કે, જાણે હું ઈંગ્લેંડની હારની ઉજવણી કરી રહી છું.હું તેનાથી નિરાશ છુ અને ખાસ કરીને પુરુષ ટીમના સભ્ય રોરી બર્ન્સે મારા ટ્વીટને નિરાશાજનક ગણાવ્યુ હતુ અને રોરી બર્ન્સને ઈંગ્લેંડના બીજા ક્રિકેટરોએ ટેકો આપ્યો હતો.
એ પછી મને સોશિયલ મીડિયા પર જાનથી મારીનાંખવાની ધમકી પણ મળી હતી.