દહેજની ફિલાટેક્સ કંપનીએ CSR ફંડ માંથી ૫,૦૦૦ કિલો અનાજ દાન આપ્યું
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સામાજીક જવાબદારીના ભાગરૂપે ફિલાટેક્સ કંપની દ્વારા સી.એસ.આર ફંડ માંથી ૫,૦૦૦ કિલો અનાજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને આપી અન્ય માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જીલ્લો ઓદ્યોગિક જીલ્લો છે જેમાં વિવિધ તાલુકાઓમાં ઓદ્યોગિક વસાહતો આવેલી છે અને પોતાના સી.એસ.આર ફંડ માંથી વિવિધ સેવાકીય પ્રવુત્તિ કરવામાં આવતી હોય છે.
ત્યારે દહેજ સ્થિત આવેલ ફિલાટેક્સ કંપની દ્વારા સામાજીક જવાબદારીના ભાગરૂપે કંપનીના સી.એસ.આર ફંડ માંથી ભરૂચ જીલ્લાના વિવિધ સ્થળોએ પાંચ જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ ને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી કસક ખાતે આવેલ વડીલોનું ઘર,ઝાડેશ્વર સ્થિત આવેલ નિલકંઠેશ્વર મહાદેવ,
દહેજ ખાતે આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર,અંભેટાના કૃષ્ણાનંદ આશ્રમ સહિત અટાલી આશ્રમમાં આવતા પરિક્રમવાસીઓ માટે ૫૦૦૦ કિલો અનાજની કિટ તૈયાર કરી વિવિધ મહાનુભાવો ના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
જેમાં સ્થાનિક લેવેલ કોંગ્રેસ ના અગ્રણી સુલેમાન પટેલ તેમજ ભરૂચ ખાતે વડીલોના ઘર ખાતે ભાજપના જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના હસ્તે આપવામાં આપ્યુ હતું.આ પ્રસંગે વડીલોના ઘરના આગેવાન કિશોરસિંહ માંગરોલા,ભાજપ જીલ્લા મંત્રી નિશાંત મોદી,શહેર મંત્રી દિપક મિસ્ત્રી સહિત ફિલાટેક્સ કંપનીના કોર્ડિંનેટર ભાવેશભાઈ ગોહિલ,એકાઉન્ટ હેડ રવિ સાંઈરામ,રાજેશભાઈ શર્મા,પંકજભાઈ સોની તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં અનાજનું દાન આપવામાં આવ્યું હતું.