રાજીવ કપૂર મૃત્યુ પહેલા સુનિતા નામની મહિલાના પ્રેમમાં હતા
મુંબઈ: ગયા મહિને ૫૮ વર્ષીય રાજીવ કપૂરનું નિધન થયું હતું. મેડિકલ હિસ્ટ્રી ધરાવતાં રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચતા જ તેમને મૃત જાહેર કરાયા હતા. મૂળ પૂણેના રાજીવના જીવનમાં ત્રણ મહિલાઓ હતી. ‘કોઈ કેઝ્યૂઅલ અફેર્સ નહોતું. તેઓ ત્રણવાર રિલેશનશિપમાં રહ્યા હતા, જે લાંબા સમય સુધી ચાલ્યા હતા. ત્રીજા રિલેશનશિપનો અંત એટલા માટે આવ્યો કારણ કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી’, તેમ રાજીવ કપૂરના નજીકના સૂત્રો જણાવ્યું. રાજીવ કપૂરના જીવનમાં આવેલી ત્રીજી મહિલા સુનિતા હતી.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, ‘તેઓ છેલ્લા લાંબા સમયથી તેમની સાથે રહેતા હતા. રણધીર અને ઋષિના પરિવારને આ વિશે જાણ પણ હતી, જાે કે રાજીવ ક્યારેય પણ સુનિતા આરકે હાઉસ નહોતા લઈ ગયા અને ન તો સુનિતા ક્યારેય તેમની સાથે જાેવા મળી. તેમ છતાં, રાજીવ સુનિતાની સાથે ખુશ હતા. તે એરલાઈન કંપનીમાં કામ કરતી હતી. બંનેએ લગ્ન કેમ ન કર્યા? તેમ પૂછતાં સૂત્રોએ ખુલાસો કર્યો કે, રાજીવને સુનિતા સાથે લગ્ન કરવામાં રસ છે કે નહીં તે અંગે રણધીર કે ઋષિએ ક્યારેય તેમને પૂછ્યું નહોતું.
પરંતુ આ રાજીવને તેમની સ્વતંત્રતાને પ્રેમ કરવાનો મામલો હતો’ સુનિતા પહેલા, રાજીવે આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા. જે માંડ બે વર્ષ ટક્યા. ‘એક વર્ષ સુધી આરતી અને રાજીવ ખુશ હતા. એક વર્ષ બાદ ઝઘડા શરુ થઈ ગયા અને ઝઘડો યથાવત્ રાખવા કરતાં બંનેએ અલગ થઈ જવાનું પસંદ કર્યું.
બંને ૨૦૦૩માં છુટ્ટા પડ્યા હતા’, તેમ સૂત્રોએ જણાવ્યું. રાજીવ કપૂરના જીવનમાં આવેલી પહેલી મહિલા એક્ટ્રેસ દિવ્યા રાણા હતા, જેણે ૧૯૮૩માં આવેલી રાજીવ મહેરાની ફિલ્મ ‘એક જાન હૈ હમ’થી રાજીવ સાથે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે બંને એકબીજાના પ્રેમમાં હોવાની ચર્ચા જાગી હતી. પરંતુ ‘રામ તેરી ગંગા મેલી’ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધો ગંભીર બન્યા હતા. આ ફિલ્મથી કરનારી મંદાકિની સાથે રાજીવ અને દિવ્યાએ પણ અભિનય કર્યો હતો.