સારાએ ઈબ્રાહિમને પપ્પાને કાર્બન કોપી ગણાવ્યો છે
મુંબઈ: સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમનો ૫ માર્ચે ૨૦મો જન્મદિવસ હતો. સૈફ અને કરીના કપૂરના જૂના ઘરે ઈબ્રાહિમની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બર્થ ડે પાર્ટીમાં આર્યન ખાન, અલાયા ફર્નિચરવાલા, અહાન શેટ્ટી, અંજીની ધવન, અરહાન ખાન સહિતના સ્ટારકિડ્સ હાજર રહ્યા હતા. હવે ઈબ્રાહિમ અલી ખાનની બર્થ ડે પાર્ટીની અંદરની તસવીરો વાયરલ થઈ રહી છે. જેના પરથી અંદાજાે લગાવી શકાય છે કે
આ સ્ટારકિડ્સે પાર્ટીમાં ખૂબ ધમાલ કરી હશે. સારા અલી ખાને રવિવારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ભાઈના બર્થ ડેની ઝલક બતાવતી બે તસવીરો શેર કરી છે. જેમાં એકમાં સારા અને ઈબ્રાહિમ પપ્પા સૈફ સાથે પોઝ આપી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ભાઈ-બહેનની જાેડી ‘ૈંછદ્ભ ૨૦’ લખેલી દિવાલ પાસે પોઝ આપે છે. બર્થ ડે બોય ઈબ્રાહિમે પાર્ટીમાં ‘બર્થ ડે કિંગ’ લખેલું ડેનિમ જેકેટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને જિન્સ પહેર્યું હતું. સૈફ અલી ખાન કુર્તા અને વ્હાઈટ પાયજામામાં જાેવા મળ્યો હતો. સારા શોર્ટ શિમરી ડ્રેસમાં બ્યૂટીફૂલ લાગતી હતી. આ તસવીરો શેર કરતાં સારાએ લખ્યું, “ડેડી’ઝ ડે આઉટ. આ તસવીરોના કેપ્શનમાં સારાએ ઈબ્રાહિમને સૈફનો કાર્બન કોપી કહ્યો છે.
ઈબ્રાહિમની બર્થ ડે પાર્ટીની અંદરની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીરમાં બર્થ ડે બોય પપ્પા સાથે પોઝ આપી રહ્યો છે. નિયોન થીમ બર્થ ડે પાર્ટીમાં દિવાલ પર લાઈટથી ઈબ્રાહિમ અલી ખાન લખવામાં આવ્યું છે. સામે આવેલા બીજા વિડીયોમાં આખી દિવાલ પર ઈબ્રાહિમની તસવીરો લગાવામાં આવી છે. એક તસવીરમાં ઈબ્રાહિમ પોતાના ફ્રેન્ડ ઓરહાન સાથે જાેવા મળી રહ્યો છે. ઓરહાન અવારનવાર ઈબ્રાહિમ અને સારા સાથેની તસવીરો શેર કરતો રહે છે. એક વિડીયોમાં ઈબ્રાહિમ પોતાની કોઈ ફ્રેન્ડ સાથે જાેવા મળી રહ્યો છે.