રુબિના દિલૈક બિગ બોસ જીત્યા બાદ ઘમંડી થઈ ગઈ
મુંબઈ: બિગ બોસ ૧૪ની ટ્રોફી જીત્યા બાદ રુબિના દિલૈક છેલ્લા કેટલાક દિવસથી ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવામાં વ્યસ્ત હતી. તે પતિ અભિનવ શુક્લા સાથે લોકોને મળી રહી હતી. શનિવારે રુબિના બહેન જ્યોતિકાની સાથે એરપોર્ટ પર જાેવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફરે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જાે કે તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેના આ વલણથી લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે.
રુબિનાનો વીડિયો બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં ફોટોગ્રાફર તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે જવાબ આપી રહી નથી અને ન તો ફોટો માટે ઉભી રહી છે. તે સીધી અંદર જતી રહે છે. વીડિયોમાં ફોટોગ્રાફર કહી રહ્યો છે કે, ‘મેડમ અભિનંદન, મેમ તમે કંઈ બોલી રહ્યા નથી. રુબિનાજી મેમ તમે નારાજ છો કે શું? બાય મેમ’. આ વીડિયો પર કોમેન્ટ કરીને યૂઝર્સ રુબિનાને ઘમંડી કહી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘ટ્રોફી જીત્યા બાદ ઘમંડ આવી ગયો છે’.
એકે લખ્યું છે કે, ‘ઘમંડી છે. એટિટ્યૂડ છે અને તે જાણતી નથી કે કેવી રીતે રિએક્ટ કરવું. પરંતુ પ્રેમથી જાે જવાબ આપી શકે છે’. એક યૂઝરનું કહેવું છે કે, ‘બિગ બોસ જીતીને ઘમંડ આવી ગયો છે’. એકે અલી અને રાહુલને સાચા વિનર ગણાવ્યા છે. જ્યારે એક યૂઝરે પૂછ્યું કે, ‘આટલો ઘમંડ લઈને જઈશ ક્યાં? હાલમાં જ રાહુલ મહાજનની ઘરે પાર્ટી રાખવામાં આવી હતી.
જેમાં અર્શી ખાન, રુબિના દિલૈક, અભિનવ શુક્લા અને નૈના સિંહ સામેલ થયા હતા. પાર્ટી દરમિયાન નૈનાએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી જેમાં રુબિનાએ જાસ્મિનની મજાક ઉડાવી હતી. વીડિયોમાં રુબિનાએ કહ્યું હતું કે, ‘જાસ્મિનના ઘરે કોને જવું છે?’, જેના પર અભિનવે કહ્યું હતું કે, ‘તે કોણ છે?’. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ હસવા લાગ્યા હતા.