આગ્રામાં ઘરમાં ધુસી માતા પુત્રીની નિર્મમ હત્યા કરાઇ
આગ્રા: આગ્રા જીલ્લાના ગાહ વિસ્તારમાં ગઇકાલે રાતે એક યુવકે ધરમાં ધુસી માતા પુત્રીની નિર્મમ હત્યા કરી દીધી છે. બુમો પાડતા બચાવવા માટે આવેલ યુવતીની ભાભી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેથી તે ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે ઇજા પામેલી મહિલાને આગ્રાની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ગાહના જરાર કસ્બાના નિવાસી શારદા દેવી ઉવ ૫૦ પત્ની ઉમેશ રવિવારે રાતે પોતાની પુત્રી કામિની ઉવ ૧૯ની સાથે રૂમમાં સુઇ ગઇ હતી તેનો નાનો પુત્ર મનીષ પોતાના કાકા ગણેશને ત્યાં પડોસમાં સુતો રહ્યો હતો પરિવારજનોએ કહ્યું કે મોડી રાતે ગામમાં જ રહેનાર યુવક ગોવિંદ તેમના ઘરમાં ધુસી આવ્યો હતો અને તેણે રૂમમાં સુઇ રહેલ શારદા દેવી અને કામિનીની હત્યા કરી હતી તેમના પર ચાકુના અનેક વાર કર્યા હતાં માતા પુત્રીઓ બુમ પાડતા શારદા દેવીના મોટા પુત્ર રાહુલની પત્ની વિમલેશ જાગી ગઇ હતી તે સાસુ અને નણંદને બચાવવા માટે દોડી તો તેના પર પણ હુમલો કર્યો હતો આ દરમિયાન અન્ય ગ્રામીણો ત્યાં આવી ગયા આથી યુવક તેમને જઇને ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી આઇજી આગ્રા જાેન એ સતીષ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને ફોરેસિંક અને ડોંગ સ્કવાયડની મદદ લેવામાં આવી હતી અને પુરાવા એકત્રિત કરાયા હતાં જયારે માતા પુત્રીના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં
આ ઘટનાથી ગામમાં સનસનાટી મચી ગઇ છે એસએસપીએ કહ્યું કે આરોપીની ધરપકડ કરવા માટે ટીમો તપાસ કરી રહી છે યુવકે આ હત્યાકાંડને કેમ પરિણામ આપ્યું તેના કારણે જાણવા માટે પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે.કહેવાય છે કે બે અઠવાડીયા પહેલા જ યુવતીની સગાઇ થઇ હતી આથી આશંકા છે કે યુવકે એકતરફી પ્રેમમાં આ ઘટનાને પરિણામ આપ્યું હોય